- વર્લ્ડકપ 2023માં ભારત પોઇનેટ ટેબલ પર ટોચના સ્થાને
- ભારતની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે 29 ઓકટોબરે રમાશે
- ભારત સેમીફાઇનલમાં જશે તે લગભગ નિશ્ચિત
વર્લ્ડકપ 2023ની 8 ટીમોએ પાંચ-પાંચ મેચ રમી છે. ભારતીય ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો આપણે પોઈન્ટ ટેબલની સ્થિતિ પર નજર કરીએ તો સેમીફાઈનલમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. ભારતના મહત્તમ પોઈન્ટ છે અને તે સેમીફાઈનલમાં જશે તે લગભગ નિશ્ચિત છે. ભારતની સાથે બીજી બે ટીમો પણ છે જે સેમિફાઇનલ માટે પ્રબળ દાવેદાર છે. તેના પર પહોંચનારી ચોથી ટીમ કોણ હશે તે અંગે હજુ શંકા છે.
આ ટીમો સેમીફાઈનલમાં પહોંચી શકે
ભારતની સાથે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી શકે છે. ભારતે 5 મેચ રમી છે અને તમામ જીતી છે. 10 પોઈન્ટ સાથે પોઇનટ ટેબલમાં નંબર વન પર છે. ભારતીય ટીમનો નેટ રન રેટ +1.353 છે. જ્યારે સાઉથ આફ્રિકાએ 5 મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે. તેના 8 પોઈન્ટ છે. સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ +2.370 છે. આ તમામ ટીમો કરતાં વધુ છે. ન્યુઝીલેન્ડના પણ 8 પોઈન્ટ છે. પરંતુ તેનો નેટ રન રેટ સાઉથ આફ્રિકા કરતા ઓછો છે. આ કારણોસર તે ત્રીજા નંબર પર છે. આ ત્રણેય ટીમો સેમિફાઇનલ માટે પ્રબળ દાવેદાર છે.
ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને
ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 5 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. તેના 6 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે ચોથા સ્થાન પર છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 2-2 પોઈન્ટ છે. આ બંને ટીમોએ પાંચ-પાંચ મેચ રમી છે અને બે-બે મેચ જીતી છે. સેમિફાઇનલ માટે આ ત્રણેય વચ્ચે જોરદાર મુકાબલો થશે. આ સિવાય શ્રીલંકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને નેધરલેન્ડના બે-બે પોઈન્ટ છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે માત્ર ચાર મેચ રમાઈ છે.
ભારતની આગામી મેચો
ભારતની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે 29 ઓકટોબરે રમાશે. આ પછી તે શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમ અન્ય ટીમોનું ગણિત બગાડી શકે છે.