• આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ
  • નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 38 રનથી હરાવ્યું
  • નેધરલેન્ડે સૌથી વધુ 87 ટકા કેચ પકડ્યા

નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 38 રનથી હરાવીને ODI વર્લ્ડકપ 2023નો બીજો મોટો અપસેટ સર્જ્યો હતો. હવે નેધરલેન્ડની ટીમ ફિલ્ડિંગ વિભાગમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડે ફિલ્ડિંગની બાબતમાં ભારત, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટોચની ટીમોને પણ પાછળ છોડી છે. વાસ્તવમાં, નેધરલેન્ડની ટીમ અત્યાર સુધી વર્લ્ડકપમાં કેચ લેવામાં ટોચ પર જોવા મળી છે. આ યાદીમાં નેધરલેન્ડ બાદ બીજા સ્થાને છે.

નેધરલેન્ડની શાનદાર ફિલ્ડિંગ

ટુર્નામેન્ટમાં અત્યાર સુધી, નેધરલેન્ડની કેચિંગ કાર્યક્ષમતા સૌથી વધુ 87 ટકા છે. આ પછી ભારતીય ટીમ 83 ટકા સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 82 ટકા સાથે ત્રીજા સ્થાને છે. આ પછી ઈંગ્લેન્ડ 81 ટકા સાથે ચોથા અને પાકિસ્તાન 79 ટકા સાથે પાંચમા સ્થાને છે. આ પછી બાંગ્લાદેશ 77 ટકા સાથે છઠ્ઠા સ્થાને, સાઉથ આફ્રિકા 77 ટકા સાથે સાતમા સ્થાને, અફઘાનિસ્તાન 67 ટકા સાથે આઠમા સ્થાને, ઓસ્ટ્રેલિયા 65 ટકા સાથે નવમા સ્થાને અને શ્રીલંકા 65 ટકા સાથે 10મા સ્થાને છે. ફિલ્ડિંગના મામલામાં ટોચની ટીમોમાં સામેલ ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ટૂર્નામેન્ટ કેચ લેવાના મામલે ઘણું પાછળ છે.

સાઉથ આફ્રિકાને 38 રનથી હરાવ્યું

નેધરલેન્ડ વર્લ્ડકપ 2023ની પાંચમી મેચ ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમી રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 4માંથી માત્ર 1 મેચ જીતી શકી હોવા છતાં ટીમ તરફથી સારી રમત જોવા મળી છે. નેધરલેન્ડ પ્રથમ મેચ પાકિસ્તાન સામે 81 રને અને બીજી મેચ ન્યુઝીલેન્ડ સામે 99 રને હારી ગયું હતું. ત્યારબાદ ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકા સામે 38 રનથી જીત મેળવી હતી. જો કે આ પછી શ્રીલંકા સામેની ચોથી મેચમાં પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: