સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં બીજી ઇનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ 6 વિકેટના નુકસાને 110 રન બનાવ્યા છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા તરફથી ઓપનર ટેમ્બા બાવુમાએ 31 બોલમાં 16 અને ક્વિન્ટન ડી કોકે 22 બોલમાં 20 રન કરીને આઉટ થયો હતો. જ્યારે હેનરી ક્લાસન 28 બોલમાં 28 રન કરીને આઉટ થયો છે. માર્કો યાન્સન 20 બોલમાં 8 રન કરીને આઉટ થયો છે. હાલમાં સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલર 28 બોલમાં 28 રન કરીને અને ગેરાલ્ડ કોએત્ઝી 1 બોલમા 0 રને બેટિંગ કરી રહ્યો છે. નેધરલેન્ડના બોલરોની વાત કરવામાં આવે તો રોએલ્ફ વેન ડેર મેરવે 7 ઓવર નાખી છે, જેમાં તેણે 31 રન આપીને 2 વિકેટ ઝડપી છે. પોલ વેન મીકરેન 6 ઓવર નાખી છે. જેમાં મીકરેન 22 રન આપીને 2 વિકેટ ઝડપી છે. લોગાન વેન બીક અને કોલિન એકરમેને એક- એક વિકેટ ઝડપી છે.
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં બીજી ઇનિંગ શરૂ થઇ છે. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને જીતવા માટે 246 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ દસ ઓવરમાં નેધરલેન્ડની ટીમ સાઉથ આફ્રિકા પર હાવી જોવા મળી હતી. આફ્રિકાએ 12 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 44 રન બનાવ્યા હતા. હાલમાં આફ્રિકા માટે રાસી હેનરી ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર છે. નેધરલેન્ડ તરફથી રોએલ્ફ વેન ડેર મેરવે 2 વિકેટ ઝડપી છે. જ્યારે પોલ વેન મીકરેન અને કોલિન એકરમેને એક- એક વિકેટ ઝડપી છે.
નેધરલેન્ડની ઇનિંગ
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. આ મેચ વરસાદના કારણે 43 ઓવરની કરવામાં આવી હતી. ટોસ હારીને બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી નેધરલેન્ડની ટીમે 43 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 245 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાને જીત માટે 246 રનનો ટાર્ગેટ આપ્યો છે. નેધરલેન્ડના ઓપનર મેક્સ ઓ'ડાઉડે 25 બોલમાં 18 રન અને વિક્રમજીત સિંહે 16 બોલમાં માત્ર 2 રન કરીને આઉટ થયા હતા. નેધરલેન્ડ તરફથી સૌથી વધુ રન કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 57 બોલમાં 61 રન બનાવીને અણનમ રહ્યો હતો. જેમાં તેણે 10 બાઉન્ડ્રી અને 1 સિક્સ ફટકારી છે. જ્યારે રોએલ્ફ વેન ડેર મેરવે 19 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો. આ દરમિયાન મેરવેએ 3 બાઉન્ડ્રી અને 1 સિક્સ ફટકારી છે. છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવેલા આર્યન દત્તે તોફાની ઇનિંગ રમી હતી. આર્યન દત્તે 9 બોલમાં 23 રન બનાવ્યા હતા. જેમાં તેણે 3 સિક્સ ફટકારી હતી. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો માર્કો યાન્સને 8 ઓવર નાખી હતી. જેમાં એક મેડન ઓવર સાથે 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. કગીસો રબાડાએ 9 ઓવર નાખી હતી. જેમાં રબાડાએ એક મેડન સાથે 56 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે લુંગી એનગિડી 9 ઓવર નાખીને 57 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ગેરાલ્ડ કોએત્ઝી અને કેશવ મહારાજે એક- એક વિકેટ ઝડપી છે.
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ નેધરલેન્ડની ટીમે 5 વિકેટના નુકસાને 103 રન બનાવ્યા છે. નેધરલેન્ડના ઓપનર મેક્સ ઓ'ડાઉડે 25 બોલમાં 18 રન અને વિક્રમજીત સિંહે 16 બોલમાં માત્ર 2 રન કરીને આઉટ થયા હતા. નેધરલેન્ડ તરફથી સૌથી વધુ રન સાઈબ્રેડ એંગેલબ્રેક્ટે 37 બોલમાં 19 રન કર્યા હતા. જેમાં તેણે 1 બાઉન્ડેરી અને 1 સિક્સ ફટકારી હતી. હાલમા નેધરલેન્ડ તરફથી તેજા નિદામાનુરુ અને કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ ક્રિઝ પર છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો માર્કો યાન્સને 6 ઓવર નાખી હતી. જેમાં 14 રન આપીને એક વિકેટ ઝડપી હતી. કગીસો રબાડાએ 5 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે લુંગી એનગિડી અને ગેરાલ્ડ કોએત્ઝી એક- એક વિકેટ ઝડપી છે.
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં પ્રથમ પાવરપ્લે પુર્ણ થયો છે. 9 ઓવર પછી નેધરલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાને 27 રન છે. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા છે. હાલમાં નેધરલેન્ડ માટે કોલિન એકરમેન અને બાસ ડી લીડે ક્રિઝ પર છે. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સિન અને કગીસો રબાડાએ એક- એક વિકેટ ઝડપી છે.
ધર્મશાળામાં વરસાદ બંધ થઈ ગયો છે અને હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ છે. મેચ 4 વાગ્યે શરૂ થશે. વરસાદના કારણે મેચમાં વિલંબ થતા હવે 43 ઓવરની મેચ રમાશે. પહેલો પાવરપ્લે 1-9 ઓવરનો રહેશે. જ્યારે બીજો પાવરપ્લે 10-35 ઓવરમાં અને અંતિમ પાવરપ્લે 36-43 ઓવરમાં લેવાનો રહેશે. ત્રણ બોલર મહત્તમ 9 ઓવર નાંખી શકે છે જ્યારે બે બોલર મહત્તમ 8 ઓવર નાંખી શકશે.
ધર્મશાળા ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. આ વખતે વરસાદ ખૂબ જોરદાર છે. આવી સ્થિતિમાં મેચ શરૂ થવામાં વિલંબ થશે. આ પહેલા વરસાદના કારણે ટોસમાં પણ વિલંબ થયો હતો. તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
વર્લ્ડકપની 15મી મેચ આજે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે સાઉથ આફ્રિકાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બંને મેચ જીત્યું છે. જ્યોરે નેધરલેન્ડને પ્રથમ બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકા જીતનો સિલસિલો જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે. જો વરસાદ ચાલુ રહેશે તો ઓવર પણ કપાઈ શકે છે.
આજે (17 ઓક્ટોબર) વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે નેધરલેન્ડની ટીમ પણ અપસેટ સર્જી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં હળવો વરસાદ પડી રહ્યો છે. આજનું હવામાન પણ આવું જ રહે તેવી શક્યતા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે મેચ સંપૂર્ણપણે ધોવાઈ શકે છે.
પિચ રિપોર્ટ
આ મેદાન બોલરો અને બેટ્સમેનોને સમાન રીતે મદદ કરી રહ્યું છે. અહીંની પીચ માત્ર સ્પિન બોલરોને જ મદદ કરતી નથી પણ ઝડપી બોલરોને મૂવમેન્ટ પણ પૂરી પાડે છે. બાઉન્ડ્રી નાની હોવાને કારણે બેટ્સમેનોએ પણ ઘણી ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. એકંદરે આ એક પરફેક્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. પિચની પ્રકૃતિ આજે એવી જ રહેશે જે છેલ્લી બે મેચમાં જોવા મળી હતી. આ વર્લ્ડ કપમાં અહીં બે મેચ રમાઈ છે. અહીં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ લો સ્કોરિંગ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અહીં બાંગ્લાદેશ આસાનીથી જીતી ગયું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 364 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે અહીં 137 રનથી જીત મેળવી હતી.
બંને દેશની પ્લેઇંગ ઇલેવન
સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડેન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, લુંગી એનગિડી, કગિસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી
નેધરલેન્ડ્સ: મેક્સ ઓ'ડાઉડ, વિક્રમજીત સિંહ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), સાઈબ્રેડ એંગેલબ્રેક્ટ, રોએલ્ફ વેન ડેર મેરવે, લોગાન વેન બીક, આર્યન દત્ત, પોલ વેન મીકરેન