• નેધરલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ
  • લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
  • નેધરલેન્ડે શ્રીલંકાને આપ્યો 263 રનનો ટાર્ગેટ

વર્લ્ડકપની 19મી મેચ આજે લખનૌના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં નેધરલેન્ડ ટીમના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નેધરલેન્ડની ઇનિંગ્સ દરમિયાન શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસની ભૂલને કારણે નેધરલેન્ડ ટીમને બાઉન્ડ્રી ફટકાર્યા વિના 5 રન મળી ગયા હતા.

પેનલ્ટી તરીકે 5 રન આપ્યા

શ્રીલંકન ટીમ માટે ચમિકા કરુણારત્નેએ ઇનિંગની 43મી ઓવર ફેંકી હતી. તેની ઓવરના બીજા બોલ પર, સીબ્રાન્ડ એન્ગલબ્રેચટે ઓફ સાઈડ પર શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલ ચૂકી ગયો હતો. બોલ વિકેટકીપર મેન્ડિસના હાથમાંથી સરકીને જમીન પર રાખેલા હેલ્મેટ સાથે અથડાયો હતો. આ પછી, કેપ્ટન અને બોલર બંનેના ચહેરા નિસ્તેજ થઈ ગયા કારણ કે અમ્પાયરે નેધરલેન્ડને પેનલ્ટી તરીકે 5 રન આપ્યા હતા.

પેન્લટી આપવાનો નિયમ

ICCના નિયમો અનુસાર જો બોલ જમીન પર રાખવામાં આવેલા હેલ્મેટ સાથે અથડાશે તો બેટિંગ કરનાર ટીમને પાંચ રન પેનલ્ટી તરીકે મળે છે. ઘણીવાર વિકેટકીપરો સ્પિન બોલરો સામે હેલ્મેટ પહેરીને ફાસ્ટ બોલરો સામે જમીન પર રાખે છે. આ કારણોસર, ક્યારેક જો બોલ હેલ્મેટ સાથે અથડાય છે તો બેટિંગ ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળે છે.

નેધરલેન્ડે શ્રીલંકાને આપ્યો પડકારજનક ટાર્ગેટ

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. નેધરલેન્ડે શરૂઆતમાં માત્ર 91 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સાયબ્રાન્ડ એગ્લેબ્રેક્ટ અને લોગન વાન બીકે 7મા વિકેટ માટે 130 રનની પાર્ટનરશીપ કરી હતી. સાયબ્રાન્ડ એગ્લેબ્રેક્ટે 70 રન અને લોગન વાન બીકે 59 રન બનાવ્યા હતા. જેને કારણે 49.4 ઓવરમાં નેધરલેન્ડ 262 રનમાં બનાવ્યા હતા. 

  • Follow us on: