• શાકિબ અલ હસન વર્લ્ડકપની વચ્ચે બાંગ્લાદેશ પહોંચ્યો
  • શાકિબ અલ હસન બાંગ્લાદેશમાં ત્રણ દિવસ તાલીમ લેશે
  • આ વર્લ્ડકપમાં બાંગ્લાદેશે 4 માંથી માત્ર એક મેચ જીતી

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો કેપ્ટન શાકિબ અલ હસન વર્લ્ડકપની વચ્ચે બાંગ્લાદેશ પહોંચ્યો છે. આ વર્લ્ડકપમાં તેની ટીમ અત્યાર સુધી પાંચ મેચ રમી છે અને માત્ર એક જ મેચ જીતી શકી છે. બાંગ્લાદેશે આ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમી હતી, જેમાં તેણે જીત મેળવી હતી. જે બાદ તેમને ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ભારત અને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

શાકિબ અલ હસન બાંગ્લાદેશ પહોંચ્યો

હવે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની આગામી મેચ 28મી ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમાશે. જ્યારે તે પછી બાંગ્લાદેશને 31મી ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવું પડશે. આ બાકીની ચાર મેચ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન ભારત છોડીને બાંગ્લાદેશની રાજધાની ઢાકા પરત ફર્યા છે. ત્યાં તેણે તેના માર્ગદર્શક આબેદિન ફહીમ સાથે તાલીમ લેવાની છે. શાકિબ બુધવારે બપોરે જ ઢાકા પહોંચી ગયો હતો.

ત્રણ દિવસ સુધી તાલીમ આપશે

મળતી માહિતી મુજબ, શાકિબ અલ હસન તેના માર્ગદર્શક સાથે સીધો ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ગયો હતો. જ્યાં તેણે પ્રથમ થ્રોડાઉન સેશન કર્યું, જે લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. તેના માર્ગદર્શક આબેદિન ફહીમે કહ્યું કે, તે આજે અહીં આવ્યો છે, અમે આગામી ત્રણ દિવસ ટ્રેનિંગ કરીશું અને તે પછી તે કોલકાતા પરત જશે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની આગામી બે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.

રમતમાં સુધારો કરવા ટ્રેનિંગ લેશે

હવે જોવાનું એ રહે છે કે બાંગ્લાદેશની આગામી મેચોમાં શાકિબ અલ હસન કેવું પ્રદર્શન કરે છે. શાકિબ ખાસ કરીને તેની ટ્રેનિંગ માટે એટલે કે તેની રમતમાં સુધારો કરવા માટે બાંગ્લાદેશ ગયો છે. આવી સ્થિતિમાં વાપસી બાદ તેની ટીમને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. જો કે બાંગ્લાદેશનું આ વર્લ્ડકપના આગલા રાઉન્ડમાં જવાનું સપનું લગભગ ચકનાચૂર થઈ ગયું છે, પરંતુ તેમ છતાં જો તેણે આશાનું એક નાનકડું કિરણ પણ જીવંત રાખવું હોય તો તેણે બાકીની તમામ મેચો જીતવી પડશે.

  • Follow us on: