• આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ
  • ગ્લેન મેક્સવેલ વર્લ્ડકપમાં સૌથી ઝડપી ફટકારી સદી
  • ગ્લેન મેક્સવેલ 40 બોલમાં 100 રન પૂર્ણ કર્યા

આજે વર્લ્ડકપ 2023ની 24મી મેચ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે 40 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેક્સવેલે નેધરલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ODI વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારીને 49 બોલમાં સદી પૂરી કરનાર સાઉથ આફ્રિકાના એડન માર્કરામનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ગ્લેન મેક્સવેલ સૌથી ઝડપી સદી ફટકારી

આ પહેલા આ જ વર્લ્ડકપમાં એડન માર્કરામે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 49 રનમાં સદી ફટકારી હતી. છઠ્ઠી વિકેટ માટે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 48.5 ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. એટલે કે મેક્સવેલે ઈનિંગની 10થી ઓછી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા મેક્સવેલે 2015 ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં 51 બોલમાં સદી ફટકારી હતી.

ODI વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી

  • ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) - 40 બોલ વિ નેધરલેન્ડ, 2023*
  • એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) – 49 બોલ વિ. શ્રીલંકા 2023
  • કેવિન ઓ'બ્રાયન (આયરલેન્ડ) - 50 બોલ વિ. ઇંગ્લેન્ડ, 2011
  • ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 51 બોલ વિ. શ્રીલંકા 2015

ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 400 રનનો ટાર્ગેટ

દિલ્હીમાં રમાઈ રહેલી મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રથમ ઓપનિંગ કરવા આવેલા ડેવિડ વોર્નરે 93 બોલમાં 11 ફોર અને 3 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠા નંબર પર આવેલા ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 240.91ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા.


  • Follow us on: