- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની 18મી મેચ
- બેંગલુરુમાં બંને વચ્ચે ક્રિકેટનો મહાજંગ
- પાક.કેપ્ટન અને ઈમામ ઓસ્ટ્રેલિયા માટે બની શકે મુસીબત
વર્લ્ડકપ 2022માં આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. વર્તમાન ICC વનડે રેન્કિંગમાં પાકિસ્તાન બીજા અને ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે. આ સાથે વર્લ્ડકપ 2023ના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન ચોથા સ્થાને અને ઓસ્ટ્રેલિયા છઠ્ઠા સ્થાને છે. એટલે વર્તમાન આંકડા પાકિસ્તાનનું પલડું ભારે બતાવી રહ્યા છે. આ તમામ વચ્ચે એક બીજો આંકડો છે, જે ઓસ્ટ્રેલિયાની ચિંતા વધારશે.
બાબર અને ઈમામ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બનાવે છે રન
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને ઓપનર ઈમામ ઉલ-હક ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રન બનાવે છે. આ બંને બેટ્સમેનની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એવરેજ 70ની આસપાસ છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનના વનડે ક્રિકેટ ઈતિહાસમાં બેટિંગ એવરેજ મામલે આ બંને પ્લેયર ટોપ-5માં સામેલ છે.
પાક-ઓસ્ટ્રેલિયા મેચમાં સૌથી વધુ સદી
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 9 ઈનિંગમાં 73.50ની એવરેજથી 588 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની સ્ટ્રેઈક રેટ 91.73 રહી છે. તે ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વનડે મેચના ઈતિહાસમાં સૌથી વધુ 3 સદી ફટકારનારો બેટ્સમેન પણ છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દમદાર બેટિંગ એવરેજ
પાકિસ્તાની ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ-હક વર્લ્ડકપ 2023ની 3 મેચમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર સામે તે સારી રીતે રન બનાવે છે. ઈમામે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 7 મેચની 7 ઈનિંગમાં 69ની એવરેજથછી 414 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 87.71ની રહી છે. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2 સદી પણ ફટકારી ચૂક્યો છે.
વર્લ્ડકપ 2023માં બંનેનું પરફોર્મન્સ
આ વર્લ્ડકપમાં બાબર અને ઈમામ અત્યાર સુધી કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. પાકિસ્તાનની શરૂઆતી 2 વર્લ્ડકપ મેચમાં બાબર આઝમે માત્ર 5 અને 10 રન બનાવ્યા હતા. જો કે, ત્રીજી મેચમાં બાબરે 50 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ ઈમામ આ વર્લ્ડકપમાં માત્ર 15,12 અને 36 રનની ઈનિંગ રમી શક્યો છે.