પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરથી મુલતાનમાં રમાનારી બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટમાં કારમી હાર બાદ પાકિસ્તાને પોતાની ટીમમાં ઘણા મોટા ફેરફાર કર્યા હતા. હવે બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે. આમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા ચહેરાઓને મળી તક
પૂર્વ કેપ્ટન બાબર આઝમ, સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને નસીમ શાહને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ ત્રણેયને પ્રથમ ટેસ્ટમાં હાર બાદ બહાર કરવામાં આવ્યા છે. ટીમમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. હવે પ્લેઇંગ ઇલેવનમાં ઘણા નવા ખેલાડીઓનો તક આપવામાં આવી છે.
બીજી ટેસ્ટ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
અબ્દુલ્લા શફીક, સેઈમ અયુબ, શાન મસૂદ (કેપ્ટન), કામરાન ગુલામ, સઈદ શકીલ (વાઈસ કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન અલી આગા, આમિર જમાલ, નોમાન અલી, સાજીદ ખાન અને ઝાહિદ મહેમૂદ.
ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત
ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડના નિયમિત ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની બીજી ટેસ્ટમાં વાપસી થઈ હતી. સ્ટોક્સ ઈંગ્લેન્ડ માટે છેલ્લી ચાર ટેસ્ટ ચૂકી ગયો હતો. ઈંગ્લિશ ટીમમાં કુલ બે ફેરફાર જોવા મળ્યા હતા. ઓલી પોપ પાકિસ્તાન સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લિશ ટીમની કમાન સંભાળતા જોવા મળ્યા હતા. જોકે, હવે સ્ટોક્સે વાપસી કરી છે. બીજી ટેસ્ટમાં ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન અને ક્રિસ વોક્સને આરામ આપવામાં આવ્યો હતો. ફાસ્ટ બોલર મેટ પોટ્સની ટીમમાં વાપસી થઈ છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), બ્રેડન કાર્સ, મેટ પોટ્સ, જેક લીચ અને શોએબ બશીર.