• પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 21 ઓગસ્ટથી 2 ટેસ્ટ મેચ રમાશે
  • બાબર આઝમ નંબર-4 પર બેટિંગ કરશે
  • શાહીન આફ્રિદીની સાથે નસીમ શાહ અને મીર હમઝા ફાસ્ટ બોલર હશે

બાંગ્લાદેશની ટીમ સપ્ટેમ્બરમાં 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતના પ્રવાસે આવશે. આ પહેલા ટીમ ઘરઆંગણે પાકિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 21 ઓગસ્ટથી 2 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. જે ICC વર્લ્ડ ચેમ્પિયનશિપનો ભાગ છે. પાકિસ્તાનનો ટેસ્ટ કેપ્ટન શાન મસૂદ છે. આવી સ્થિતિમાં બાબર આઝમ આ સિરીઝમાં બેટ્સમેન તરીકે જોવા મળશે.

બાબર આઝમ નંબર-4 પર બેટિંગ કરશે

રિપોર્ટ્સ અનુસાર બાબર આઝમ નંબર-4 પર બેટિંગ કરશે. અબ્દુલ્લા શફીક ઓપનિંગ બેટ્સમેન તરીકે રહેશે. જ્યારે કેપ્ટન શાન મસૂદ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવશે. એવું માનવામાં આવે છે કે રાવલપિંડીની પીચ બોલરો માટે સારી રહેશે. તેથી પાકિસ્તાનની ટીમ ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે.

બોલિંગ વિભાગમાં હશે આ ખેલાડીઓ

શાહીન આફ્રિદીની સાથે નસીમ શાહ અને મીર હમઝા ફાસ્ટ બોલર હશે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ સીરીઝ માટે 13 ઓગસ્ટે લાહોર પહોંચી હતી. આ પહેલા બાંગ્લાદેશની ટીમે સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં ટીમના ખેલાડીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

22 વર્ષનો ખેલાડી કરી શકે છે ડેબ્યૂ

22 વર્ષીય બેટ્સમેન મોહમ્મદ હુરૈરા આ સિરીઝમાં ડેબ્યૂ કરી શકે છે. હુરૈરા જમણા હાથનો બેટ્સમેન છે. તે પાકિસ્તાન માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 38 મેચની 65 ઇનિંગ્સમાં 53.55ની એવરેજથી 3213 રન બનાવ્યા છે. જેમાં 8 સદી અને 14 અડધી સદી સામેલ છે. જ્યારે 21 લિસ્ટ-એ મેચમાં તેના નામે 30.33ની એવરેજથી 546 રન છે. 16 ટી-20 મેચમાં તેણે 30.23ની એવરેજથી 393 રન બનાવ્યા છે. હુરૈરાને તમામ ફોર્મેટમાં મહાન બેટ્સમેન માનવામાં આવે છે. તે પોતાના ડેબ્યુ માટે તૈયાર છે.

પાકિસ્તાનની ટીમ

શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ, અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, કામરાન ગુલામ, મોહમ્મદ અલી, મોહમ્મદ હુરૈરા, ખુર્રમ શહઝાદ, મીર હમઝા, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સૈમ અયુબ, સલમાન અલી આગા, સરફરાઝ અહેમદ, શાહીન શાહ આફ્રિદી, આમિર જમાલ

બાંગ્લાદેશની ટીમ

નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ્લાહ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઝમુલ હુસૈન, નુરૂલ હસન, ઈબાદત હુસૈન, હસન મહમૂદ, તસ્કીન અહેમદ, ખાલિદ અહેમદ.

  • Follow us on: