પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની. પાકિસ્તાને પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 344 રન બનાવ્યા હતા. આ દરમિયાન સાજિદ ખાને 48 રનની ઇનિંગ રમી હતી. સાજિદ ઇનિંગ દરમિયાન ખરાબ રીતે ઘાયલ થયો હતો. પરંતુ તેમ છતાં તેણે મેદાન છોડ્યું ન હતું. ઈજાના કારણે સાજીદને લોહી નીકળવા લાગ્યું હતું.


સાજિદ પાકિસ્તાન તરફથી 10માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો

સાજિદ પાકિસ્તાન તરફથી 10માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તે 92મી ઓવરના ચોથા બોલ પર ઈજાગ્રસ્ત થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી રેહાન અહેમદ બોલિંગ કરી રહ્યો હતો. તેનો બોલ સાજિદના હેલ્મેટમાંથી પસાર થઈને તેની ચિન પર વાગ્યો. જેના કારણે લોહી વહેવા લાગ્યું. જોકે તેમ છતાં તેણે મેદાન છોડ્યું ન હતું. સાજીદની હાલત જોઈને ફિઝિયો મેદાનમાં આવ્યો. તેણે પ્રાથમિક સારવાર આપી. સાજિદે તેની જર્સી બદલી અને ફરી રમવા લાગ્યો.

પાકિસ્તાન માટે સાજિદનું જોરદાર પ્રદર્શન

સાજિદે રાવલપિંડી ટેસ્ટમાં પાકિસ્તાન માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન 6 વિકેટ ઝડપી હતી. સાજિદે 29.2 ઓવરમાં 128 રન આપ્યા હતા. આ પછી સાજિદે બેટિંગમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેણે 48 બોલનો સામનો કર્યો અને 48 રન બનાવ્યા. સજીતે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાને પ્રથમ દાવમાં 344 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 24 રન બનાવી લીધા છે. આ દરમિયાન સાજિદે 1 વિકેટ લીધી હતી.

શકીલે સદી ફટકારી

પાકિસ્તાન તરફથી પ્રથમ દાવમાં સઈદ શકીલે સદી ફટકારી હતી. તેણે 223 બોલનો સામનો કરીને 134 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. સાજિદ અલીએ 48 રનનું યોગદાન આપ્યું હતું. નોમાન અલીએ 45 રનની ઇનિંગ રમી હતી.


  • Follow us on: