• મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ જીતવાથી થોડી દુર રહી ગઇ
  • મનુનું ઓલિમ્પિકમાં 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન
  • મનુ ભાકરે મેચ બાદ પોતાની હારનું કારણ જણાવ્યું

પેરિસ ઓલિમ્પિક 2024માં કરોડો ભારતીય રમતપ્રેમીઓની આશાને આજે મોટો ઝટકો લાગ્યો છે. ઓલિમ્પિકમાં પોતાનો ત્રીજો મેડલ જીતવાની અણી પર રહેલી ભારતીય શૂટર મનુ ભાકરને મેડલ રાઉન્ડમાંથી થોડા અંતરથી બહાર થવું પડ્યું હતું. મનુ ભાકેરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેને ચોથા સ્થાને રહેવું પડ્યું હતું અને તેણીનો ત્રીજો ઓલિમ્પિક મેડલ જીતવામાંથી ચૂકી ગઈ હતી.

મનુએ અહીં કરી હતી ભૂલ!

આ શૂટિંગ ઈવેન્ટની ફાઈનલ મેચમાં મનુ ભાકરે છેલ્લી ઘડી સુધી પોતાના પ્રદર્શનથી પોતાને મેચમાં જાળવી રાખી હતી, પરંતુ તેને શૂટ ઓફમાં હંગેરિયન ખેલાડી વેરોનિકા મેજર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ એલિમિનેશન રાઉન્ડમાં 5 શોટમાંથી, વેરોનિકાએ લક્ષ્ય પર 4 શોટ ફટકાર્યા, જ્યારે મનુ ભાકર લક્ષ્ય પર માત્ર 3 શોટ ફટકારી શકી. અગાઉ ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુ ભાકરે સારું પ્રદર્શન કર્યું હતું અને બીજું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

હાર બાદ મનુ ભાકર ભાવુક જોવા મળી હતી

મનુ ભાકરના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી, કારણ કે તે ઇતિહાસ રચવાની તક ગુમાવી દીધી હતી. મનુ ભાકરે કહ્યું, “હું ફાઇનલમાં ખૂબ જ નર્વસ હતી. હંમેશા નેક્સ્ટ ટાઇમ હોય છે અને હું પહેલેથી જ તેની રાહ જોઈ રહી છું પરંતુ મેં મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા. મેં શાંત રહેવા અને મારૂ બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પૂરતું ન હતું. "ચોથું સ્થાન એ સારી સ્થિતિ નથી."


મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક માં બે મેડલ જીત્યા 

મનુ ભાકરે ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતીને દેશ માટે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે ઓલિમ્પિક શૂટિંગ ઈવેન્ટમાં દેશ માટે મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. આ ઉપરાંત તે આઝાદી બાદ એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની છે. મનુ ભાકરે વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સોશિયલ મીડિયાથી દૂર હતી મનુ ભાકર

મનુ ભાકરે કહ્યું કે તે સોશિયલ મીડિયાનો બિલકુલ ઉપયોગ કરતી નથી. તેમજ તે તેનો ફોન પણ ચેક કરી રહી નથી. આ દિનચર્યાના કારણે તેણે અગાઉના બંને મેડલ જીત્યા હતા, પરંતુ આજનો દિવસ તેના માટે સારો ન હતો. જ્યારે મારી મેચ પૂરી થઈ ત્યારે મેં કહ્યું કે આગલી વખતે ચોક્કસ જીતીશ

જમવાનો સમય પણ ન મળ્યો

મનુ ભાકરે વધુમાં જણાવ્યું હતું કે તેની સ્પર્ધાઓની તૈયારીઓને કારણે છેલ્લા ઘણા દિવસોથી તે લંચ પણ કરી શકી ન હતી. હવે તેની તમામ સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે. હવે તે બપોરનું ભોજન યોગ્ય રીતે કરશે.

  • Follow us on: