• પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી
  • પીવી સિંધુએ આ મેચ સીધા સેટમાં જીતી લીધી
  • પીવી સિંધુએ એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબાને હરાવી છે

ભારતીય બેડમિન્ટન સ્ટાર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબાને હરાવી છે. પીવી સિંધુએ આ મેચ સીધા સેટમાં જીતી લીધી હતી. આ પહેલા પહેલા રાઉન્ડમાં તેણે માલદીવની ફાતિમા નબાહ અબ્દુલ રઝાકને એકતરફી મેચમાં હરાવી હતી.

સતત હાંસલ કરી બીજી જીત

પીવી સિંધુએ આ મેચની શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તેણે પહેલો સેટ 21-5થી આસાનીથી જીતી લીધો હતો. પીવી સિંધુના બેકહેન્ડ શોટ્સનો ક્રિસ્ટિન કુબા જવાબ આપી શકી નહીં. બીજા સેટમાં પણ પીવી સિંધુથી ક્રિસ્ટિન કુબા આગળ ન આવી શકી અને ભારતીય સ્ટારે બીજો સેટ 21-10થી જીતીને મેચ જીતી લીધી.

29 મિનિટમાં જીતી મેચ

પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત મેળવી છે. 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સ મેચમાં તેણે માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સીધા સેટમાં હરાવી હતી. તેણે આ મેચ 29 મિનિટમાં જીતી લીધી હતી.

 

પીવી સિંધુ બનાવી શકે છે આ રેકોર્ડ

પીવી સિંધુએ અત્યાર સુધીમાં બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. તેણે રિયો અને ટોક્યોમાં મેડલ જીત્યા છે. આવામાં જો તે પેરિસમાં મેડલ જીતશે તો ઓલિમ્પિકમાં ત્રણ મેડલ જીતનારી પહેલી ભારતીય બની જશે. તેણે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે.

પીવી સિંધુને આ શટલરોનો કરશે સામનો

પીવી સિંધુનો પહેલો મોટો પડકાર રાઉન્ડ ઓફ 16માં આવશે, જ્યારે તેનો સામનો ચીનની હે બિંગજિયાઓ સાથે થશે, જે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં તેની પ્રતિસ્પર્ધી છે. બિંગજિયાઓને તે મેચમાં સિંધુએ આસાનીથી 21-13, 21-15થી હરાવી હતી. પરંતુ બિંગજિયાઓએ 2022 એશિયન ગેમ્સમાં પીવી સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. હેડ ટુ હેડની વાત કરીએ તો પીવી સિંધુ સામે બિંગજિયાઓનો રેકોર્ડ 11-9નો છે. જો સિંધુ બિંગજિયાઓને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે, તો તેની સામે ચીનની ખેલાડી ચેન યુફેઈ (જો કોઈ મોટો અપસેટ ન થાય તો) હશે.

  • Follow us on: