- ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં અમેરિકા સૌથી ઉપર
- અમેરિકન એથ્લેટ ન્યાજા હ્યુસ્ટના મેડલનો રંગ ઉડ્યો
- યુએસએ સ્કેટબોર્ડ ટીમના સભ્યએ ચિંતા વ્યક્ત કરી
ફ્રાન્સમાં આયોજિત પેરિસ ઓલિમ્પિક્સ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન થતી દરેક રમત અને તેની જીત અને હાર ઇતિહાસમાં નોંધવામાં આવશે. હાલમાં, દરરોજ વિવિધ દેશોમાંથી વિવિધ રમતોમાં ખેલાડીઓની જીતના સમાચાર આવતા હયો છે. અત્યારસુધી મેડલ ટેલીમાં 33 ગોલ્ડ સાથે અમેરિકા સૌથી ઉપર ચાલી રહ્યું છે. ભારત 69માં ક્રમે છે.
મેડલનો રંગ ઉડવાના લાગ્યા આરોપ
ઓલિમ્પિક મેડલ જીતવો એ કોઈપણ એથ્લેટ માટે જીવનભરની તક છે અને તેઓ આ ક્ષણને તેમના બાકીના જીવન માટે વળગી રહે છે. પરંતુ જો ઓલિમ્પિક પુરો થાય તે પહેલા જ તેનો મેડલ તેની ચમક ગુમાવી દે તો? વર્તમાન પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનારી અમેરિકન એથ્લેટ ન્યાજા હ્યુસ્ટને પણ એવો જ આરોપ લગાવ્યો છે કે તેને મળેલા મેડલનો રંગ ઉડી ગયો છે.
ઓલિમ્પિક મેડલ્સની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી
પેરિસ 2024 ખાતે યુએસએ સ્કેટબોર્ડ ટીમના સભ્ય નાયજાએ ઓલિમ્પિક મેડલ્સની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવા સોશિયલ મીડિયા પર લીધો હતો. આ 29 વર્ષીય ખેલાડીએ 30 જુલાઈએ પુરુષોની સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અહીં જાપાનના યુટો હોરીગોમે ગોલ્ડ મેડલ અને અમેરિકાના જેગર ઈટનને સિલ્વર મેડલ જીત્યો હતો.