• વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલીફાય કરાઇ
  • વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં કરી અરજી
  • વિનેશની અરજીની સુનાવણી લગભગ 3 કલાક ચાલી

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો. તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિશ્વના નંબર 1 રેસલર યુઈ સુસાકીને હરાવીને અપસેટ સર્જ્યો હતો. ત્યારબાદ સેમી ફાઇનલમાં શાનદાર જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. જોકે, મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું અને તેને ડિસક્વોલીફાય કરવવામાં આવી હતી. આ પછી વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અરજી દાખલ કરી, જ્યાં સુનાવણી દરમિયાન વિનેશે પેરિસ ઓલિમ્પિકનો પર્દાફાશ કર્યો.

વિનેશે કર્યો મોટો ખુલાસો

વિનેશે CASની સામે પેરિસ ઓલિમ્પિકમાં ઘણી ગેરરીતિઓનો ખુલાસો કર્યો છે. પેરિસ ઓલિમ્પિકની ખામીઓ ગણાવતા તેણે વજન ઓછું ન કરી શકવાનું સાચું કારણ જણાવ્યું. વિનેશના પક્ષ મુજબ, કુસ્તીના સ્થળ અને વિલેજ વચ્ચેનું અંતર ઘણું વધારે હતું. આ સિવાય તેણીની સ્પર્ધાનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત હતું, જેના કારણે તે વજન ઘટાડી શકી ન હતી.

લગભગ 3 કલાક સુધી ચાલી સુનાવણી

તમને જણાવી દઈએ કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) અને વિનેશ ફોગાટ વતી હરીશ સાલ્વેએ કોર્ટમાં કેસ રજૂ કર્યો હતો. તેણે ભારતીય કુસ્તીબાજને ન્યાય અપાવવા માટે તમામ પ્રકારની કાયદાકીય દલીલો અને તર્ક રજૂ કર્યા. 9 ઓગસ્ટના રોજ લગભગ 3 કલાક સુધી આ કેસની સુનાવણી થઈ. તેને એનાબેલ બેનેટે સાંભળ્યું હતું અને તેનો નિર્ણય આજે આવી શકે છે. IOAએ આશા વ્યક્ત કરી છે કે નિર્ણય વિનેશના પક્ષમાં આવશે.

શું વિનેશને સિલ્વર મળશે?

વિનેશને ફાઈનલ મેચ પહેલા વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી, વિનેશની જગ્યાએ, સેમિફાઇનલમાં તેના વિરોધી ગુઝમેન લોપેઝે ફાઇનલ મેચ રમી. જોકે, લોપેઝ હારી ગઇ હતી પરંતુ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય કુસ્તીબાજની અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મેડલ વહેંચવો જોઈએ અને હવે IOA તેની તરફેણમાં નિર્ણયની અપેક્ષા રાખે છે. જો આમ થશે તો વિનેશને સિલ્વર મેડલ મળવાની આશા રહેશે.

  • Follow us on: