• અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફે ગોલ્ડ મેડલ જીત્યો
  • પેરિસ ઓલિમ્પિકમાં લિંગ વિવાદના કારણે વિરોધ થયો
  • ગોલ્ડ મેડલ જીતનારી અલ્જીરિયાની પ્રથમ મહિલા બોક્સર

પેરિસ ઓલિમ્પિક 2024માં લિંગ વિવાદના કારણે વિરોધનો સામનો કરનાર અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈમાન ખલીફે પેરિસ ઓલિમ્પિકમાં બોક્સિંગની વેલ્ટરવેટ કેટેગરીની ફાઈનલ મેચમાં ચીની બોક્સર અને 2023ની વર્લ્ડ ચેમ્પિયન યાંગ લિયુને એકતરફી રીતે 5-0ના માર્જિનથી હરાવ્યું છે. ઈમાન ખલીફ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી અલ્જીરિયાની પ્રથમ મહિલા બોક્સર બની છે. આ ઓલિમ્પિકમાં મેન્સ બોક્સિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પણ અલ્જીરિયાના ફાળે ગયો છે. અલ્જેરિયાના પુરૂષ બોક્સર હોસેન સોલતાનીએ પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.

ઈમાન ખલીફને ડિસક્વોલિફાય કરવાની માંગ કરવામાં આવી હતી

ઈમાન ખલીફે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈટાલીની બોક્સર એન્જેલા કેરિનીને હરાવી હતી. આ મેચમાં ઈટાલિયન બોક્સર એન્જેલા કેરિનીએ માત્ર 46 સેકન્ડમાં જ રિંગ છોડી દીધી હતી. આ મેચ જીત્યા પછી, ઈમાન ખલીફ પર પુરુષ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને ટૂર્નામેન્ટમાંથી ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી.


સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમને સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આખા ઓલિમ્પિક દરમિયાન તેને પુરુષ કહીને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. વિરોધ હોવા છતાં, ઈમાન ખલીફે આ બધી બાબતોને નજરઅંદાજ કરી અને પોતાની મેચો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે, ફાઈનલ મેચમાં તેને ઘણો સપોર્ટ મળ્યો હતો અને મેચ દરમિયાન ઘણા ચાહકો તેના નામનો જયઘોષ કરીને તેને ચીયર કરતા જોવા મળ્યા હતા.

વિજય બાદ આભાર વ્યક્ત કર્યો

ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઈમાન ખલીફે હવામાં મુક્કા મારીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે ઈમાન ખલીફે અલ્જીરિયાનો ધ્વજ લહેરાવ્યો હતો અને તમામના સમર્થન બદલ આભાર માન્યો હતો. આ દરમિયાન તે ભાવુક પણ થઈ ગઈ અને કહ્યું કે ઓલિમ્પિક ચેમ્પિયન બનવું તેનું 8 વર્ષ જૂનું સપનું હતું, જે પૂરું થયું છે. ઈમાન ખલીફે કહ્યું કે તેની સામેના વિરોધોએ આ જીતને વધુ ખાસ બનાવી દીધી છે. તેણી આશા રાખે છે કે ભવિષ્યમાં કોઈ વિરોધ નહીં થાય.


ઓલિમ્પિકમાં સફર કેવી રહી?

ઈમાન ખલીફે પેરિસ ઓલિમ્પિક-2024માં ફાઈનલ સુધી કુલ 4 મેચ રમી છે. ઈમાન ખલીફે આ ચાર મેચમાં એકતરફી જીત મેળવી છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચથી લઈને ફાઈનલ સુધી કોઈ મહિલા બોક્સર તેની નજીક પણ ન આવી શકી. ઈમાન ખલીફે ત્રણ મેચ 5-0ના માર્જીનથી જીતી છે.

ગયા વર્ષે ગેરલાયક ઠેરવવામાં આવી હતી

ઈમાન ખલીફે 2018માં મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે 2019 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. ટોક્યો ઓલિમ્પિક-2020માં ઈમાન ખલીફ ક્વાર્ટર ફાઈનલ મેચમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી, તેણે 2023 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)એ તેને ગેરલાયક ઠેરવી દીધો હતો.


ટેસ્ટમાં પણ હોબાળો થયો

આ પછી ઈમાન ખલીફાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. IBA પ્રમુખે ખુલાસો કર્યો હતો કે ડીએનએ ટેસ્ટમાં ઈમાન ખલીફાના શરીરમાં X, Y ક્રોમોઝોમ મળી આવ્યા હતા, જે પુરુષોમાં જોવા મળે છે. જોકે, આ ટેસ્ટ પર પણ ઘણો વિવાદ થયો હતો. ઈમાન ખલીફે તેને પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું હતું.


કેવી રીતે મેળવ્યો ઓલિમ્પિકમાં પ્રવેશ?

ઈમાન ખલીફાએ તેનું લિંગ બદલ્યું છે. તે પહેલા એક છોકરો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ઘણા એથ્લેટ્સ છે જે પહેલા છોકરાઓ હતા અને તેમના લિંગ બદલ્યા પછી, તેઓ મહિલા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ અંગેનો સમગ્ર વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. લોકોનું કહેવું છે કે છોકરા જેવી કેલિબરની છોકરીને અન્ય મહિલા ખેલાડી સાથે મેચ કરવી યોગ્ય નથી. ઓલિમ્પિકમાં મહિલા ખેલાડીઓ સાથે આ ઘોર અન્યાય છે.

  • Follow us on: