• ભારતના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનને પેરિસ ઓલિમ્પિક 2024માં મોટો ઝટકો લાગ્યો
  • લક્ષ્ય સેને જીત સાથે તેની સફરની શરૂઆત કરી, પરંતુ તેની જીતને અમાન્ય જાહેર કરવામાં આવી
  • લક્ષ્ય સેને ફરીથી ગ્રુપ રાઉન્ડની મેચ રમવી પડશે

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના એક અનુભવી ખેલાડીને પહેલા રાઉન્ડની મેચ જીતીને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ખેલાડીની આ જીતને અમાન્ય જાહેર કરવામાં આવી છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના નિયમો મુજબ આવું થયું છે. લક્ષ્ય સેને ફરીથી ગ્રુપ રાઉન્ડની મેચ રમવી પડશે.

લક્ષ્ય સેનની મેચ અમાન્ય

રવિવારે રમાયેલી બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ભારતના લક્ષ્ય સેને પ્રથમ રાઉન્ડમાં ગ્વાટેમાલાના કેવિન કોર્ડનને હરાવીને જીત મેળવી હતી. પરંતુ તેના માટે એક ખરાબ સમાચાર છે. લક્ષ્ય સેને કેવિન કોર્ડનને હરાવ્યો હતો, જે હવે કોણીની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર છે અને આ મેચનું પરિણામ ઓલિમ્પિકમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

બેડમિન્ટનની વિશ્વ સંસ્થાએ જણાવ્યું હતું કે, "ગ્રૂપ સ્ટેજ માટે BWFના સ્પર્ધાના નિયમો મુજબ ગ્રુપ એલની મેચો કોર્ડનના સમાવેશ સાથે રમવામાં આવી હતી. તેથી ગ્રુપ એલમાં જે મેચ રમાયેલી છે અથવા રમવાની છે તે તમામ કોર્ડન-સંબંધિત મેચોના પરિણામો હવે રદ્દ ગણવામાં આવે છે. તેથી તે મેચને અમાન્ય જાહેર કરવામાં આવી છે અને લક્ષ્ય સેને હવે આગળ વધવા માટે ફરીથી મેચ રમવી પડશે. લક્ષ્ય અને કેવિન કોર્ડન વચ્ચેની મેચની વાત કરીએ તો આ મેચ લગભગ 42 મિનિટ સુધી ચાલી હતી, જેમાં લક્ષ્યે કેવિનને 21-8, 22-20થી હરાવ્યો હતો.

 

લક્ષ્યની આગામી મેચ ક્યારે થશે?

ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટમાં મેચને આ રીતે અમાન્ય કરવું એ લક્ષ્ય સેન માટે ખરેખર ખરાબ સમાચાર છે. પ્રથમ મેચ જીત્યા બાદ પણ તે હારી ગયો હતો. ગ્રુપ સ્ટેજની આગામી મેચ લક્ષ્યને બેલ્જિયમના જુલિયન કારાગી સામે રમવાની છે. ત્યારબાદ તે ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે રમશે. આ ગ્રુપમાં ત્રણ મેચ રમનાર લક્ષ્ય એકમાત્ર ખેલાડી હશે. આ પરિસ્થિતિમાં લક્ષ્ય સેને આગળ વધવા માટે તેની બંને મેચ જીતવી પડશે. 

  • Follow us on: