- 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો
- એફિલ ટાવરમાંથી આયર્નવર્કનો ટુકડો ઘરે લઈ જશે
- એફિલ ટાવરના લોખંડને મેડલની મધ્યમાં મૂકાયો છે
પેરિસ ઓલિમ્પિક 2024માં જે પણ એથલીટ મેડલ જીતશે તે ઈતિહાસનો ખાસ હિસ્સો બની જશે. ભારતની મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હોવાથી તે વાસ્તવમાં એફિલ ટાવરમાંથી આયર્નવર્કનો ટુકડો ઘરે લઈ જશે. કારણ કે એફિલ ટાવરમાંથી લોખંડનો ટુકડો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સ 2024ના દરેક મેડલ પર મૂકવામાં આવ્યો છે.
એફિલ ટાવર ફ્રાન્સની રાજધાની પેરિસમાં 1887 અને 1889 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. છેલ્લી સદીમાં એફિલ ટાવર તેની ગરિમા જાળવી રાખવા માટે સમયાંતરે નવીનીકરણ કરવામાં આવ્યું છે. એફિલ ટાવરની સુંદરતા જાળવી રાખવા માટે તેમાંથી થોડું લોખંડ કાઢવામાં આવ્યું હતું. ઓલિમ્પિક 2024 અને પેરાલિમ્પિક્સના મેડલ્સમાં આ જ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેરિસ અને ફ્રેન્ચ હેરિટેજના પ્રતીક તરીકે એફિલ ટાવરમાંથી લોખંડનો ટુકડો વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને આપવામાં આવી રહ્યો છે.












