- પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો
- હોકી ટીમે સ્પેનને 2-1ના માર્જિનથી હરાવીને બ્રોન્ઝ જીત્યો
- શ્રીજેશની જુનિયર મેન્સ હોકી ટીમના હેડ કોચ તરીકે નિમણૂક
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે સ્પેનને 2-1ના માર્જિનથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ મેડલ સાથે હોકી ટીમે પણ ઈતિહાસ રચ્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે હોકી સ્પર્ધામાં સૌથી વધુ 13 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાની આ જીતમાં ગોલકીપર પીઆર શ્રીજેશનું ખાસ યોગદાન છે. આ ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ ગોલકીપર પીઆર શ્રીજેશે જાહેરાત કરી હતી કે આ તેની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તેની છેલ્લી ટુર્નામેન્ટમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને આ પ્રદર્શન માટે પુરસ્કાર પણ મળ્યો છે.
આટલી મોટી જવાબદારી મળી













