• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI-T20 સિરીઝ રમાઈ હતી
  • T20 સિરીઝમાં જીત અને વનડે સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો
  • ભારત સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમશે

ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકા સાથે T20 અને ODI સિરીઝ રમી છે. જ્યાં ટીમ ઈન્ડિયાને T20 સીરીઝમાં જીત અને વનડે સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમના ઘાતક બોલરની મોહમ્મદ શમીની એન્ટ્રી થઈ શકે છે. શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે.

બાંગ્લાદેશ સામે રમાશે ટેસ્ટ સિરીઝ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ સપ્ટેમ્બરમાં શરૂ થવા જઈ રહી છે. મોહમ્મદ શમી પણ આ સીરીઝમાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટ અનુસાર, શમી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેણે બોલિંગ પણ શરૂ કરી દીધી છે. શમીએ પગની ઘૂંટીની ઈજામાંથી સાજા થવામાં ઘણી ઝડપી રિકવરી કરી રહ્યો છે. પસંદગીકારો પણ શમીની વર્તમાન સ્થિતિ અંગે સતત માહિતી લઈ રહ્યા છે. શમી ટૂંક સમયમાં દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે. તાજેતરમાં જ શમી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

છેલ્લે રમાયેલ ODI વર્લ્ડકપ 2023

મોહમ્મદ શમી છેલ્લે 2023ના ODI વર્લ્ડકપમાં રમતા જોવા મળ્યો હતો. શમીએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં શમી તમામ મેચોમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો પરંતુ તેમ છતાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. મોહમ્મદ શમીએ ODI વર્લ્ડકપ 2023માં 24 વિકેટ લીધી હતી. રિપોર્ટ અનુસાર શમી ઈજાગ્રસ્ત થયા બાદ પણ આખી ટૂર્નામેન્ટ રમ્યો હતો. શમીએ વર્લ્ડ કપ બાદ સર્જરી પણ કરાવવી પડી હતી. આ કારણે શમી પણ IPL 2024 ચૂકી ગયો હતો.

  • Follow us on: