• નીરજ ચોપરાએ ભાલા ફેંક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
  • ફાઈનલ મેચમાં નીરજ ચોપરા 6 માંથી 5 થ્રોમાં ફાઉલ થયો હતો
  • નીરજ ચોપરા ફાઈનલ મેચમાં પીઠની ઈજાથી પીડાઈ રહ્યો હતો

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજ ચોપરા ઓલિમ્પિકમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક-2020માં આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પણ નીરજ ચોપડા પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી, પરંતુ તે ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગયો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

6 માંથી 5 થ્રો ફાઉલ થયા હતા

નીરજ ચોપરાએ આ ઓલિમ્પિકમાં શાનદાર થ્રો કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઈનલ મેચમાં તેણે પહેલો થ્રો કર્યો પરંતુ આ થ્રો ફાઉલ થઈ ગયો. આ પછી, આગળના થ્રોમાં, નીરજ ચોપરાએ પોતાનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો (89.45 મીટર) કર્યો અને બીજા ક્રમ પર પોતાનું સ્થાન બનાવ્યું. નીરજ ચોપરા પાસે 4 તકો બાકી હતી, જ્યાં તે પોતાનું પ્રદર્શન સુધારી શક્યો હોત, પરંતુ નીરજ ચોપરાએ પછીના તમામ થ્રોમાં ફાઉલ થયો હતો. જોકે, તેનો બીજો થ્રો એટલો શાનદાર હતો કે તેણે આ જ થ્રોના આધારે સિલ્વર મેડલ જીત્યો હતો.

આપણું રાષ્ટ્રગીત ચોક્કસપણે વાગશે

સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ કહ્યું કે, 'જ્યારે પણ દેશ માટે મેડલ જીતીએ છીએ ત્યારે આપણે બધા ખુશ થઈએ છીએ. હવે રમતમાં સુધારો કરવાનો સમય છે. અમે બેસીને ચર્ચા કરીશું અને પ્રદર્શનમાં સુધારો કરીશું. અમે પેરિસ ઓલિમ્પિકમાં સારું રમ્યા. સ્પર્ધા સારી હતી, પરંતુ દરેક રમતવીરનો પોતાનો દિવસ હોય છે, આજે અરશદનો દિવસ હતો. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું, પરંતુ કેટલીક બાબતો પર ધ્યાન આપવાની અને તેના પર કામ કરવાની જરૂર છે. આપણું રાષ્ટ્રગીત ભલે આજે ન વાગ્યું હોય, પરંતુ ભવિષ્યમાં તે ચોક્કસપણે વાગશે.


નીરજ ચોપરાએ વારંવાર ફાઉલ વિશે શું કહ્યું?

ફાઇનલ મેચમાં વારંવાર થયેલા ફાઉલ અંગે નીરજે કહ્યું, 'હું મારા પ્રદર્શનથી ખુશ નથી અને મારી ટેકનિક અને રનવે પણ એટલો સારો નહોતો. માત્ર એક થ્રો થયો, બાકી મેં ફાઉલ કર્યા. બીજા થ્રોમાં, મને મારામાં વિશ્વાસ હતો કે હું પણ તેટલી આગળ ફેંકી શકીશ. પણ તમારો રન-અપ એટલો સારો ન હોય, તો તમે બહુ દૂર નહીં જઈ શકો.'

ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો નીરજ

નીરજ ચોપરા ફાઈનલ મેચમાં પીઠની ઈજાથી પીડાઈ રહ્યો હતો. તેણે પોતે મેચ બાદ આ વાત સ્વીકારી અને કહ્યું કે છેલ્લા 2-3 વર્ષ એટલા સારા નથી રહ્યા. આ સમયગાળા દરમિયાન તે ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. હવે તે પોતાની ઈજા અને ટેકનિક પર વધુ સારી રીતે કામ કરશે. 

  • Follow us on: