• લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિકમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે
  • લક્ષ્ય સેને બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઇપેઈના ખેલાડીને હરાવ્યો
  • લક્ષ્ય સેને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગ ઈવેન્ટ્સમાં અત્યાર સુધીમાં તમામ મેડલ જીત્યા છે, ત્યારે બેડમિન્ટનમાં પણ મેડલ જીતવાની આશા છે. મેન્સ સિંગલ્સમાં ભાગ લઈ રહેલા 22 વર્ષીય ભારતીય ખેલાડી લક્ષ્ય સેને ગ્રુપ સ્ટેજથી લઈને ક્વાર્ટર ફાઈનલ સુધીની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે, જેમાં તેને આ ઈવેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

લક્ષ્ય સેન માટે આ મેચ બિલકુલ સરળ નથી, જેમાં તેનો મુકાબલો ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ડેનિશ ખેલાડી વિક્ટર એક્સેલસન સામે થશે. 2 ઓગસ્ટના રોજ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ તિયાન ચેન સામે પહેલો સેટ ગુમાવ્યા બાદ લક્ષ્યે આગામી બે સેટમાં શાનદાર વાપસી કરી અને મેચ જીતી લીધી.

લક્ષ્ય સેનની 4 ઓગસ્ટે રમશે સેમિફાઈનલ મેચ

લક્ષ્ય સેન 4 ઓગસ્ટે ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં તેની સેમિફાઇનલ મેચ રમશે. તેનો મુકાબલો બેડમિંટનની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક વિક્ટર એક્સેલસન સાથે થશે, જેને આ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલ સુધીની તમામ મેચો માત્ર 2 સેટમાં પૂરી કરી છે. વિક્ટર એક્સેલસેને ટોક્યોમાં રમાયેલી છેલ્લી ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

લક્ષ્ય સેને વિક્ટર સામે રમી ચૂક્યો છે 8 મેચ

આપણે વિક્ટર એક્સેલસન સામે લક્ષ્ય સેનના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો એવું કંઈ ખાસ નથી, અત્યાર સુધી 8 મેચમાં વિક્ટરનો સામનો કર્યો હોય. તેમાંથી લક્ષ્ય માત્ર એક જ વાર વિક્ટર એક્સેલસનને હરાવવામાં સફળ રહ્યો છે, જે વર્ષ 2022માં જર્મન ઓપનમાં આવ્યો હતો. લક્ષ્યે આ મેચ 21-13, 12-21 અને 22-20થી જીતી હતી. બંને ખેલાડીઓ વચ્ચે છેલ્લો મુકાબલો આ વર્ષે મેમાં સિંગાપોર બેડમિન્ટન ઓપન 2024માં થયો હતો, જેમાં વિક્ટરે લક્ષ્યને 21-13, 16-21 અને 21-13થી હરાવ્યો હતો.

  • Follow us on: