- પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતના લક્ષ્ય સેનનો સામનો એચએસ પ્રણય સાથે સામનો થયો હતો
- આ મેચમાં લક્ષ્ય સેને એચએસ પ્રણયને સીધા સેટમાં 21-12, 21-6થી હરાવ્યો
- લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું
પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સની બેડમિન્ટન પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ભારતના લક્ષ્ય સેનનો સામનો એચએસ પ્રણય સાથે થયો હતો. આ મેચમાં લક્ષ્ય સેને એચએસ પ્રણયને સીધા સેટમાં 21-12, 21-6થી હરાવ્યો હતો. આ મેચ જીત્યા બાદ લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
લક્ષ્ય સેને પહેલો સેટ 21-12થી જીત્યો હતો. લક્ષ્ય સેને પહેલા સેટમાં પ્રણોયને કોઈ તક આપી ન હતી. લક્ષ્યે બીજા સેટમાં પણ કોઈ તક આપી ન હતી. તેને બીજા સેટમાં પ્રણયને 21-6થી હરાવ્યો હતો. આ પહેલા લક્ષ્યે વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી જોનાથન ક્રિસ્ટીને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે પ્રણોયે વિયેતનામના લી ડકને હરાવ્યો હતો.













