- મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધાનો ક્વોલિફિકેશન રાઉન્ડ રમાયો
- આ મેચમાં મનુ ભાકર અને ઈશા સિંહ એક્શનમાં જોવા મળ્યા હતા
- મનુ ભાકરે 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું
પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાનો ક્વોલિફિકેશન રાઉન્ડ રમાયો હતો. આ મેચમાં મનુ ભાકર અને ઈશા સિંહ એક્શનમાં જોવા મળ્યા હતા. જેમાં મનુ ભાકરે મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મનુએ કુલ 590 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી. ઈશા સિંહેને નિરાશા હાથ લાગી હતી અને તે 18માં સ્થાને રહી હતી. આવતીકાલે બપોરે 1 કલાકે ફાઇનલ મેચ રમાશે.
મેચમાં મનુ ભાકરનું પ્રદર્શન













