- મનુ ભાકર-સરબજોત સિંહે જીત્યો બ્રોન્ઝ મેડલ
- 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા
- સ્ટાર શૂટર મનુ ભાકરે દેશને વધુ એક મેડલ આપ્યો
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવનાર સ્ટાર શૂટર મનુ ભાકરે દેશને વધુ એક મેડલ આપ્યો છે. તેનો પાર્ટનર સરબજોત સિંહ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમની સ્પર્ધા સાઉથ કોરિયાની વોન્હો લી અને યે જિન ઓહની જોડી સામે થઈ હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 20 પરફેક્ટ શોટ સાથે 580 પોઈન્ટ મેળવીને, આ ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું.
ભારતે ઓલિમ્પિકમાં બીજો મેડલ જીત્યો
ભારતની મહિલા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને તેણે દક્ષિણ કોરિયાની ટીમને 16-10ના અંતરથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક જ ઓલિમ્પિકમાં ભારત માટે બે મેડલ જીતનારી મનુ પહેલી એથ્લિટ બની ગઈ છે.
મનુ ભાકર અને સરબજોતે કોરિયાની ટીમને હરાવી
પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ભારતીય ટીમ વધુ એક મેડલ જીતવામાં સફળ રહી છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. ભારતના ઈતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે જ્યારે એક જ ખેલાડી એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતવામાં સફળ રહી હોય. મનુ ભાકર અને તેના પાર્ટનર સરબજોત સિંહે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુએ ભારતને તેનો બીજો મેડલ અપાવ્યો છે. મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની.
દક્ષિણ કોરિયા સામે આપ્યો જોરદાર પડકાર
ભારત અને કોરિયા વચ્ચે રમાયેલી આ મેચમાં ભારતના મનુ ભાકરે સંયમ દર્શાવ્યો હતો, જ્યારે સરબજોત સિંહે એક આદર્શ ખેલાડીની ભૂમિકા ભજવી હતી. આ જોડીએ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સડ ટીમ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ કોરિયન જોડીને 16-10થી હરાવીને ઓલિમ્પિકમાં દેશને બીજો મેડલ અપાવ્યો હતો. બ્રિટિશ-ભારતીય એથ્લિટ નોર્મન પ્રિચાર્ડે 1900 ઓલિમ્પિકમાં 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા, પરંતુ આ સિદ્ધિ આઝાદી પૂર્વેના યુગમાં મળી હતી.