- નીરજ ચોપરાના 6 માંથી 5 પ્રયાસ ફાઉલ હતા
- માત્ર બીજો અને એકમાત્ર થ્રો માન્ય હતો
- અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવાની મળશે પ્રેરણાઃપીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. નીરજ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બન્યો છે. નીરજે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત નદીમે ઓલિમ્પિકમાં 92.97 મીટર ભાલા ફેંકીને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
પીએમ મોદીએ કર્યું ટ્વિટ
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેણે વધુમાં કહ્યું, "તેમને સિલ્વર જીતવા બદલ અભિનંદન. તે આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે." પીએમ મોદીએ આ પોસ્ટ સાથે નીરજની તસવીર પણ શેર કરી છે.
નીરજના પાંચ પ્રયાસો ફાઉલ થયા
નીરજ ચોપરાના 6 માંથી 5 પ્રયાસ ફાઉલ હતા. માત્ર બીજો અને એકમાત્ર થ્રો માન્ય હતો, જેમાં તેણે 89.45 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. આ સત્રનો આ તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તેના પ્રતિસ્પર્ધીના શાનદાર પ્રદર્શનને કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
પાકિસ્તાને 32 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીત્યો
પાડોશી દેશના અરશદ નદીમે 32 વર્ષ બાદ પોતાના દેશ માટે ઓલિમ્પિક મેડલ જીત્યો છે. પાકિસ્તાને છેલ્લે 1992 બાર્સેલોના ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. નદીમે તેના બીજા થ્રોમાં 92.97 મીટર ભાલા ફેંકી હતી. આ સાથે તે ઓલિમ્પિક રેકોર્ડ પણ બની ગયો. તેનો છઠ્ઠો અને છેલ્લો થ્રો 91.79 મીટર હતો. અગાઉનો ઓલિમ્પિક રેકોર્ડ નોર્વેના એન્ડ્રેસ ટીના નામે હતો, જેણે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં 90-57 મીટરનો થ્રો ફેંક્યો હતો. આ વખતે બ્રોન્ઝ મેડલ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે જીત્યો હતો.