- પેરિસમાં અત્યાર સુધી કુલ ત્રણ વાર ઓલિમ્પિકનું આયોજન થઈ ચુક્યું છે
- પેરિસમાં 26 જુલાઈ 2024થી ઓલિમ્પિક શરૂ થશે જે 11 ઓગસ્ટ સુધી ચાલશે
- ઓલિમ્પિક ગેમ્સમાં 10 હજારથી વધુ ખેલાડીઓ રમતમાં પ્રતિભા દર્શાવશે
વિશ્વની સૌથી મોટી રમત પેરિસ ઓલિમ્પિક 2024ના ‘મહા કુંભ’ માટે તૈયારીઓ ચાલી રહી છે. ઈવેન્ટ્સ 26મી જુલાઈ 2024થી શરૂ થશે, જે 11મી ઓગસ્ટ સુધી ચાલશે. લગભગ 19 દિવસ ચાલનારા મહાકુંભમાં 32 રમતોમાં 329 આમંત્રિતો હશે, જેમાં 10 હજાર 500 જેટલા ખેલાડીઓ પોતાની રમત પ્રતિભા બતાવશે.
આ દરમિયાન, રમતપ્રેમીઓ માટે પેરિસ ઓલિમ્પિક 2024ની ટિકિટ અને પેકેજને લગતી મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. પેકેજ લઈને દર્શકો લાઈવ ઈવેન્ટ જોઈ શકશે અને સ્પોર્ટ્સ વિલેજની મુલાકાત લેવાનો અને ખેલાડીઓને મળવાનો મોકો પણ મળશે, પરંતુ શું તમે જાણો છો કે એક ટિકિટની કિંમત લગભગ 4.16 કરોડ રૂપિયા છે?
તમને ઓપનિંગ સેરેમની જોવાનો મોકો પણ મળશે
મળતી માહિતી અનુસાર, દુનિયાભરના લોકો 5 લાખ ડોલર (4.16 કરોડ) ખર્ચીને પેકેજ ખરીદી રહ્યા છે. પેકેજનું નામ 'અલ્ટ્રા-એક્સક્લુઝિવ' રાખવામાં આવ્યું છે. બાસ્કેટબોલ સ્ટાર લેબ્રોન જેમ્સના બિઝનેસ મેનેજર અને ટેનિસ સ્ટાર રાફેલ નડાલના પીઆર મેનેજર તેમની કંપની 'GR8 એક્સપિરિયન્સ'ના બેનર હેઠળ પેકેજો વેચી રહ્યા છે.
પેકેજ હેઠળ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની પણ જોવા મળશે. વધુમાં, પેકેટમાં 14 ઈવેન્ટ્સ અને ખાસ મેન્સ 100 મીટર ફાઈનલ રેસનો સમાવેશ થાય છે. જો કે પેકેજ ખરીદનાર કઈ હસ્તીઓ સ્પોર્ટ્સ વિલેજની મુલાકાત લઈ શકશે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેમને ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ સાથે રાત્રિભોજન કરવાની તક મળી શકે છે.
પેરિસ ત્રીજીવાર ઓલિમ્પિકનું યજમાન બન્યું
મળતી માહિતી અનુસાર, પેરિસ ઓલિમ્પિકની ટિકિટ સત્તાવાર વેબસાઈટ પર લોગ-ઈન કરી ખરીદી શકો છે. જુદી-જુદી રમતો અને ઈવેન્ટસ માટે ટિકિટ મળશે. ઉલ્લેખનીય છે તે પેરિસમાં ત્રીજીવાર ઓલિમ્પિક ગેમ્સ રમાશે. આ અગાઉ 1900માં અને 1924માં પેરિસ ઓલિમ્પિક ગેમ્સનું યજમાન બની ચુક્યું છે. હવે 100 વર્ષ પછી 2024માં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું શાનદાર આયોજન થવા જઈ રહ્યું છે.