• પેરિસ ઓલિમ્પિકમાં 76 કિગ્રા વર્ગની કુસ્તીમાં ભારતનું શાનદાર પ્રદર્શન
  • રિતિકા હુડાએ હંગેરિયન રેસલરને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી
  • પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં હંગેરિયન રેસલર બર્નાડેટ નાગીને 12-2થી હરાવી

ભારતીય કુસ્તીબાજ રિતિકા હુડ્ડાએ મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રિતિકા હુડ્ડાએ હંગેરિયન રેસલર બર્નાડેટ નાગીને 12-2થી હરાવી હતી. રિતિકાની વર્લ્ડ રેન્કિંગ હાલમાં 54 નંબર પર છે જ્યારે બર્નાડેટ નાગીની વર્લ્ડ રેન્કિંગ 16માં સ્થાને છે. આવી સ્થિતિમાં રિતિકાએ અપસેટ સર્જયો છે.

ક્વાર્ટર ફાઇનલમાં બનાવ્યું સ્થાન

ક્વાર્ટર ફાઇનલમાં રિતિકાનો મુકાબલો ટોચના ક્રમાંકિત અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અપરી કાઈજી સામે થશે. ક્વાર્ટર ફાઈનલ મેચ સાંજે 4.25 કલાકે રમાશે. રિતિકાએ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં હંગેરિયન રેસલરને સંપૂર્ણપણે હરાવ્યો હતો. રિતિકા ટેક્નિકલ શ્રેષ્ઠતાના આધારે જીતી હતી. તમને જણાવી દઈએ કે જો કોઈ રેસલર 10 પોઈન્ટની લીડ લઈ લે છે, તો મેચ ત્યાં જ ખતમ થઈ જાય છે. રિતિકા આ ​​કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા રેસલર છે. રિતિકાની જબરદસ્ત પાવર ગેમ જોઈને લાગે છે કે આ ખેલાડી ભારત માટે વધુ એક મેડલ જીતી શકે છે.

કોણ છે રિતિકા હુડા

રોહતકમાં જન્મેલી રિતિકા ભારતીય નેવીની ઓફિસર છે. તેઓ ચીફ પેટી ઓફિસરની પોસ્ટ પર પોસ્ટેડ છે. રિતિકાની કરિયર બહુ લાંબી નથી, આ ખેલાડી 2022માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં 72 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પછી આ ખેલાડીએ 2023માં તિરાનામાં આયોજિત અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2024માં જ રિતિકાએ એશિયન ચેમ્પિયનશિપમાં 72 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


  • Follow us on: