- વિનેશનો નિર્ણય ચોંકાવનારો
- ઓલિમ્પિકમાં નહીં પણ કરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યા
- 3 ઓલિમ્પિક રમનારી પહેલી ભારતીય મહિલા છે વિનેશ
ભારતની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટે રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. આ નિર્ણયે સૌ કોઈને હેરાન કરી દીધા છે. સંન્યાસથી એક દિવસ પહેલા વિનેશ ફોગાટને ઓવરવેટને લઈને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી હતી. આ પછી તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને સંન્યાસની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં ભલે એવોર્ડ ન જીતી શકી હોય પણ તેઓએ કરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે.
વિનેશ ફોગાટના નામે છે અનેક રેકોર્ડ
વિનેશ ફોગાટે ભલે રેસલિંગથી સંન્યાસની જાહેરાત કરી છે પણ તેમના નામે એવો રેકોર્ડ છે જે કોઈ મહિલા માટે તોડવાનું સરળ નથી. વિનેશે સતત 3 ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. આ કામ કરનારી તે પહેલી ભારતીય મહિલા રેસલર છે.
વિનેશે નવો રેકોર્ડ બનાવી કહ્યું અલવિદા
કુશ્તીને અલવિદા કહેતા પહેલા વિનેશ ફોગાટે એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવો અન્ય કોઈપણ ભારતીય મહિલા રેસલર માટે મોટો પડકાર હશે. વિનેશે 3 ઓલિમ્પિક રમીને આ રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં તે 3 ઓલિમ્પિકમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે. વિનેશે રિયો અને ટોક્યો બાદ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જોકે, તે ક્યાંય મેડલ જીતી શકી નહોતી. રિયોમાં મેચ દરમિયાન થયેલી ઈજા તેના માર્ગમાં અડચણ બની હતી અને પેરિસમાં ગેરલાયક ઠેરવવા સંબંધિત વિવાદ. આ દરમિયાન તેને ટોક્યો ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થવું પડ્યું હતું.
વિનેશ ફોગાટની સક્સેસ સ્ટોરી
ઓલિમ્પિક મેટ પર મેડલ ચૂકી ગયેલી વિનેશ ફોગાટે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી ઈવેન્ટ્સમાં ઘણા મેડલ જીત્યા છે. તે 2014, 2018 અને 2022માં કોમનવેલ્થ ચેમ્પિયન બની હતી. વર્ષ 2018માં તે એશિયન ચેમ્પિયન બની હતી, જ્યાં તેણે 50 કિગ્રા ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. વિનેશે વર્લ્ડ ચેમ્પિયનશિપની મેટ પર 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેને આ સફળતા વર્ષ 2019 અને 2022માં મળી હતી. વિનેશ ફોગાટે 2013માં યુથ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને કારકિર્દીની શરૂઆત કરી હતી.