• પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું છે
  • ફોગાટે જાપાનની યુઇ સુસુકેને ટેક્નિકલ પોઈન્ટ પર હરાવી હતી
  • આ સાથે વિનેશ ફોગાટે કવાર્ટરફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે

પેરીસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાં ભારતની વિનેશ ફોગાટે જાપાનની યુઇ સુસુકેને ટેક્નિકલ પોઈન્ટ પર હરાવી હતી. આ સાથે વિનેશ ફોગાટે કવાર્ટરફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નેશે છેલ્લી 15 સેકન્ડમાં મેચ ફેરવી દીધી હતી. મેચ 3-2 થી ટાઈ થઈ હતી, ત્યારબાદ જાપાને સ્કોરને પડકાર્યો હતો પરંતુ નિર્ણય ભારતના પક્ષમાં આવ્યો હતો. આ રીતે વિનેશ ફોગાટે મહિલા કુશ્તીમાં ભારત માટે મેડલની દિશામાં વધુ એક મજબૂત પગલું ભર્યું છે.

ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પહેલા જ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી ચૂકી છે. વિનેશે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ મેચમાં જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જે 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન પણ છે. સુસાકી 2020 ટોક્યો ઓલિમ્પિકમાં 50 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ વિજેતા હતી.

વિનેશ ફોગાટે મેડલની આશા વધારી

ભારતીય રેસલર વિનેશે તેને પહેલા જ રાઉન્ડમાં હરાવીને ભારતની ગોલ્ડ મેડલ મેળવવાની આશા વધારી દીધી છે. વિનેશ ફોગાટની આ જીત ઐતિહાસિક છે કારણ કે યુઇ સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ રાઉન્ડથી ફાઈનલ સુધી તેના કોઈપણ વિરોધીને એક પણ પોઈન્ટ મેળવવા દીધો ન હતો.


  • Follow us on: