• પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો યુવા શટલર લક્ષ્ય સેન મેડલ ચૂક્યો
  • લક્ષ્ય સેનનું બ્રોન્ઝ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું
  • મલેશિયાના લી જી જિયાએ લક્ષ્યને 21-13, 16-21, 11-21થી હરાવ્યો

ભારતના યુવા શટલર લક્ષ્ય સેન અને મલેશિયાના લી જી જિયા વચ્ચે સ્પર્ધા હતી. આ મેચમાં લક્ષ્ય સેનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર સાથે લક્ષ્ય સેનનું બ્રોન્ઝ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. લી જી જિયાએ લક્ષ્યને 21-13, 16-21, 11-21થી હરાવ્યો હતો. જો લક્ષ્ય આ મેચ જીતી ગયો હોત તો તે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બની ગયો હોત.

લક્ષ્ય સેને પ્રથમ સેટ જીત્યો હતો

આ મેચમાં લક્ષ્ય સેન લયમાં જોવા મળી રહ્યો છે. પ્રથમ સેટમાં તેણે મલેશિયાના લી જી જિયાને કોઈ તક આપી ન હતી. ઈન્ટરવલ સમયે લક્ષ્ય સેને 11-5ની સરસાઈ મેળવી લીધી હતી. આ પછી તેણે ગેમ પોઈન્ટ હાંસલ કર્યો. આ પછી તેણે પહેલો સેટ 21-13થી જીતી લીધો હતો.

લી જી જિયાની શાનદાર વાપસી

જી જિયાએ પોતાનો સેટ હાર્યા બાદ શાનદાર વાપસી કરી હતી. તેણે બીજા અને ત્રીજા સેટમાં લક્ષ્યને કોઈ તક ના આપી અને મેચ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. લી જી જિયાએ લક્ષ્યને 21-13, 16-21, 11-21થી હરાવ્યો હતો.

વિક્ટર એક્સેલસને પણ કર્યા વખાણ 

વિક્ટર એક્સેલસન પણ સેમિફાઇનલમાં લક્ષ્યની રમતથી ખૂબ પ્રભાવિત થયો હતો. લક્ષ્ય સેનની પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે, 'આ મારી અત્યાર સુધીની સૌથી મુશ્કેલ મેચ હતી. લક્ષ્યનું ભવિષ્ય ઘણું સારું રહેવાનું છે. હું તેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે તે આગામી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલનો દાવેદાર હશે.

પેરિસ ઓલિમ્પિકમાં બનાવ્યો રેકોર્ડ

લક્ષ્ય સેન ભલે ફાઇનલમાં ન પહોંચી શક્યો હોય, પરંતુ પેરિસ ઓલિમ્પિક 2024માં તેણે ચોક્કસપણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે ઓલિમ્પિકની બેડમિન્ટન સેમિફાઇનલમાં પહોંચનાર ભારતનો પ્રથમ પુરૂષ શટલર બન્યો છે.આ વખતે ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પીવી સિંધુની સફર સેમિફાઈનલ પહેલા જ ખતમ થઈ ગઈ છે. આ સિવાય ભારતને ડબલ્સ અને મિક્સ્ડમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.

  • Follow us on: