• ભારતીય ટીમ શ્રીલંકામાં 3 મેચની વનડે સિરીઝ રમી રહી છે
  • આ સિરીઝમાં શ્રીલંકાએ 1-0થી અજેય સરસાઈ મેળવી છે
  • રોહિત શર્માએ ફિફ્ટી ફટકારીને ખાસ સિદ્ધિ હાંસલ કરી છે

ભારતીય ટીમને શ્રીલંકા સામેની બીજી વનડે મેચમાં 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. 241 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 208 રનમાં જ સમેટાઈ ગઈ હતી. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ ટાઈ રહી હતી. આ મેચમાં રોહિત શર્મા સિવાય અન્ય બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેણે આ મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારીને ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

રોહિત શર્મા ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિને ભારત માટે ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 120 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો હતો. હવે રોહિત તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડીને નંબર વન પર પહોંચી ગયો છે.

ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર

  • રોહિત શર્મા- 121
  • સચિન તેંડુલકર- 120
  • વિરેન્દ્ર સેહવાગ- 103
  • સુનીલ ગાવસ્કર- 101
  • શિખર ધવન- 79

રાહુલ દ્રવિડને છોડ્યો પાછળ

ભારત માટે સૌથી વધુ ODI રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્માએ રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. હવે તે આ યાદીમાં ચોથા સ્થાને આવી ગયો છે. જ્યારે રાહુલ ચોથાથી પાંચમા નંબર પર છે. રાહુલ દ્રવિડે ભારત માટે ODI ક્રિકેટમાં 10768 રન બનાવ્યા હતા. હવે રોહિત શર્માએ આ આંકડો પાર કરી લીધો છે. આ યાદીમાં સચિન તેંડુલકરનું નામ પ્રથમ સ્થાન પર છે. તેણે ODI ફોર્મેટમાં ભારત માટે કુલ 18426 રન બનાવ્યા છે. સચિનનો રેકોર્ડ તોડવો ઘણો મુશ્કેલ કામ છે. આ યાદીમાં વિરાટ કોહલી પણ સામેલ છે. તેણે ભારત માટે ODI ફોર્મેટમાં 58.5ની એવરેજથી 13872 રન બનાવ્યા છે.

ODI ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • સચિન તેંડુલકર - 18426 રન
  • વિરાટ કોહલી - 13883 રન
  • સૌરવ ગાંગુલી - 11221 રન
  • રોહિત શર્મા - 10831 રન
  • રાહુલ દ્રવિડ - 10768 રન

  • Follow us on: