• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે
  • આ સિરીઝ નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં રમી રહી છે
  • વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝ નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં રમી રહી છે. વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ટીમ ઈન્ડિયાએ ખાસ કરીને બેટિંગમાં ઘણા નિરાશ કર્યા છે. ટીમ ઈન્ડિયા પર હવે સિરીઝ હારવાનો ખતરો છે. કારણ કે બીજી મેચમાં ભારતીય ટીમને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ શ્રીલંકાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

બીજી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન અને કોચ ગૌતમ ગંભીરની રણનીતિ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે ખુદ પૂર્વ ભારતીય ક્રિકેટરને પણ ગંભીરની આ રણનીતિ પસંદ આવી નથી.

આશિષ નેહરાએ ગંભીર પર ઉઠાવ્યા સવાલ

બીજી વન-ડેની સમાપ્તિ બાદ એક ઈન્ટરવ્યૂમાં આશિષ નેહરાએ કહ્યું કે તેમને લાગ્યું કે નવા હેડ કોચ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે. પરંતુ ગંભીરે આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને રમાડીને પોતાની રણનીતિને ખોટી સાબિત કરી છે. કદાચ ગંભીરને લાગ્યું કે તેને બે સિનિયર ખેલાડીઓની જરૂર છે.

રોહિત-વિરાટ અંગે સવાલ

નેહરાએ વધુમાં કહ્યું કે ભારતની આગામી સિરીઝ 2 થી 3 મહિના પછી હશે. આ રીતે રોહિત અને વિરાટની જગ્યાએ નવા ખેલાડીઓને તક આપવા માટે આ સિરીઝ સારી હતી. હું જાણું છું કે ગંભીર નવા કોચ છે અને તે અનુભવી ખેલાડીઓ સાથે થોડો સમય વિતાવવા માંગે છે, પરંતુ એવું નથી કે તે બંનેને ઓળખતો નથી. તે કોઈ વિદેશી કોચ નથી જે કોહલી અને રોહિત સાથેના પોતાના સમીકરણને સુધારવા માંગે છે. તેથી તેમના માટે નવા ખેલાડીઓને અજમાવવાની આ સારી તક હતી.

આ ખેલાડીઓને મળવી જોઈએ તક

વાસ્તવમાં રિયાન પરાગ, રિષભ પંત અને ખલીલ અહેમદને પણ આ શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી આ ત્રણ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં આશિષ નેહરાનું માનવું છે કે આ ખેલાડીઓને પણ તક મળવી જોઈતી હતી.

  • Follow us on: