- બલ ટેનિસની મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ
- ભારતે રોમાનિયાને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે
- ભારત પ્રથમ વખત મહિલા ટીમ વર્ગમાં ભાગ લઈ રહ્યું હતું
ટેબલ ટેનિસની મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે રોમાનિયાને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તેની બંને સિંગલ મેચ જીતી હતી. આ સિવાય શ્રીજા અકુલા/અર્ચના કામતે ડબલ્સ મેચ જીતી હતી. ભારત પ્રથમ વખત મહિલા ટીમ વર્ગમાં ભાગ લઈ રહ્યું હતું. તેના પહેલા જ પ્રયાસમાં ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે.
મણિકા બત્રા બની હીરો
આ સમયે બંને દેશો વચ્ચે મેચ 2-2 થી ચાલી રહી હતી. આ દરમિયાન મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચમી મેચ સીધી ગેમમાં જીતીને ભારતને અંતિમ-આઠ સ્ટેજમાં પહોંચાડ્યું હતું. તેણે પાંચમી ગેમ 11-5, 11-9, 11-9થી જીતી હતી. આ સાથે ભારત મહિલા ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
શ્રીજા અને અર્ચનાએ લીડ આપી હતી
પ્રથમ ડબલ્સ મેચમાં શ્રીજા અકુલા અને અર્ચના કામથની જોડીનો સામનો રોમાનિયાની એડીના અને સમારાની જોડી સામે થયો હતો. ભારતીય જોડીએ રોમાનિયન જોડીને 11-9, 12-10, 11-7ના માર્જિનથી હરાવ્યું હતું. આ પછી મનિકાએ બર્નાડેટને 11-5, 11 7, 11 7થી હરાવ્યું. સતત બે મેચ જીત્યા બાદ ભારતે 2-0ની લીડ મેળવી લીધી હતી.
ત્રીજી મેચમાં શ્રીજા અકુલાને સિંગલ્સ મેચમાં એલિઝાબેથ સમારા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી અર્ચના કામથ પણ બર્નાડેટ સામે હારી ગઈ હતી. તેને 5 11, 11 8, 7 11, 9 11થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી મેચ 2-2ની બરાબરી પર રહી હતી.