• સનરાઇઝર્સ હૈદરાબાદએ પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું
  • હૈદરાબાદની ટીમે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું
  • હું અભિષેક સામે બોલિંગ કરવા માંગતો નથી: પેટ કમિન્સ

સનરાઇઝર્સ હૈદરાબાદએ પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં પંજાબ કિંગ્સે હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં હૈદરાબાદે બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનને કારણે આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો. હૈદરાબાદની ટીમે IPL 2024માં પેટ કમિન્સની કપ્તાનીમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. પંજાબ કિંગ્સ સામેની મેચ બાદ કમિન્સે જણાવ્યું કે તે કયા બેટ્સમેનને બોલિંગ કરવાનું પસંદ નહીં કરે.

પેટ કમિન્સે એક મોટી વાત કહી

પંજાબ કિંગ્સ સામેની મેચ બાદ કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે અભિષેક શર્મા શાનદાર છે. હું તેની સામે બોલિંગ કરવા માંગતો નથી. કારણ કે તે ઝડપી બોલરો અને સ્પિનરો સામે ડર વિના રમે છે. આ સિવાય પેટ કમિન્સે યુવા નીતિશ રેડ્ડીની પણ પ્રશંસા કરી હતી. નીતીશ એક ક્લાસ પ્લેયર છે, તેની ઉંમર કરતા ઘણો વધુ પરિપક્વ છે. તે રમતને સારી રીતે સમજતો હોય તેવું લાગે છે. તે અમારા ટોપ ઓર્ડર માટે સંપૂર્ણ ફિટ છે.

અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં

ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમતા 23 વર્ષીય અભિષેક શર્માએ IPLની આ સિઝનમાં 13 મેચમાં 210ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 467 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 41 સિક્સર અને 35 ફોર ફટકારી છે. તે IPL સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. પંજાબ કિંગ્સ સામે 28 બોલમાં 66 રનની ઈનિંગમાં છ સિક્સ અને 5 ફોર ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  • Follow us on: