• પોલ વલ્થાટીને કોચિંગની જવાબદારી મળી છે
  • કોચ તરીકે સિએટલ થંડરબોલ્ટ્સમાં જોડાયા છે
  • પૉલ વલ્થાટીએ IPL 2011માં ડેબ્યૂ કર્યું હતું

IPL 2011માં પૉલ વલ્થાટી પંજાબ કિંગ્સ માટે સદી ફટકારીને ભારતીય ક્રિકેટમાં પ્રખ્યાત થઈ ગયા હતા. પરંતુ આગામી બે સિઝનમાં તેનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું ન હતું અને IPL 2013 તેની છેલ્લી સિઝન સાબિત થઈ હતી. પોલ વલ્થાટી ભલે IPLમાં લાંબો સમય વિતાવી શક્યા ન હોય, પરંતુ આજે પણ લોકો તેને ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પંજાબ કિંગ્સ માટે ફટકારેલી વિસ્ફોટક સદી માટે જાણે છે. આ સદીના 13 વર્ષ બાદ પોલ વાલ્થાટી ફરી એકવાર હેડલાઇન્સમાં છે

વાસ્તવમાં, પોલ વલ્થાટીને કોચિંગની જવાબદારી મળી છે. હવે તે અમેરિકામાં સિએટલ થંડરબોલ્ટ્સને ક્રિકેટની ટ્રિક્સ શીખવતો જોવા મળશે. વાલ્થાટી યુએસએમાં મેજર લીગ ક્રિકેટ માટેની ડેવલપમેન્ટ ટી20 ટુર્નામેન્ટ માઇનોર લીગ ક્રિકેટના હેડ કોચ તરીકે સિએટલ થંડરબોલ્ટ્સમાં જોડાયા છે.

પોલ વલ્થાટીને મળી મોટી જવાબદારી

સિએટલ થંડરબોલ્ટ્સે 22 ઓગસ્ટના રોજ તેમના કોચ તરીકે પોલ વાલ્થાટીની નિમણૂક કરીને મોટી જાહેરાત કરી હતી. માઇનોર લીગ ક્રિકેટ ટીમે એક નિવેદન બહાર પાડ્યું હતું કે સિએટલ થંડરબોલ્ટ્સે હમણાં જ તેમના લાઇનઅપમાં, મેદાનની બહાર એક મોટો હિટર ઉમેર્યો છે! તેઓ એ જાહેરાત કરતાં અત્યંત ખુશ છે કે પૂર્વ કિંગ્સ ઇલેવન પંજાબ સેન્સેશન પોલ વાલ્થાટી હવે મુખ્ય કોચ તરીકે તેમની ટીમનો હવાલો સંભાળશે.

વલ્થાટીએ સિએટલમાં થન્ડરબોલ્ટ્સ ક્રિકેટ એકેડમીમાં યુવા ક્રિકેટરો સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેણે મુંબઈ અને આઈપીએલમાં રમવાનો પોતાનો અનુભવ સિએટલમાં યુવા પ્રતિભાઓ સાથે શેર કરવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે 40 વર્ષીય ખેલાડીએ ગયા વર્ષે પાંચ ફર્સ્ટ ક્લાસ, ચાર લિસ્ટ A અને 34 T20 મેચ રમ્યા બાદ ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

ટીમને મળ્યો નવો કેપ્ટન

જ્યારે સિએટલ થંડરબોલ્ટ્સે પોલ વાલ્થાટીને તેમના કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ઇયાન દેવ ચૌહાણને તેમની ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈયાન દેવ ચૌહાણ જમ્મુ-કાશ્મીર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂક્યો છે અને ટીમની કેપ્ટન્સી પણ સંભાળી ચુકી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ બંને જોડી અમેરિકામાં શું કમાલ કરે છે.

  • Follow us on: