જ્યારે આ બંને ટીમો ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં સામસામે ટકરાશે ત્યારે બંનેના મનમાં ટૂર્નામેન્ટ આગળની સફર હશે અને આગળની સફર માટે બંને ટીમો માટે વિજય જરૂરી બનશે. પંજાબ કિંગ્સ તેની છેલ્લી ત્રણ મેચ હારી છે. ગુજરાત ટાઇટન્સને તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
ધવન વાપસી કરી શકે છે
પંજાબની વાત કરીએ તો શિખર ધવન આજની મેચમાં વાપસી કરી શકે છે, કારણ કે ગયા રવિવારે પંજાબ કિંગ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધવનને ખભાની ઈજામાંથી બહાર આવવામાં ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગશે. એક અઠવાડિયું થઈ ગયું છે તેથી ધવન આજે પરત ફરે તેવી સંભાવના છે. છેલ્લી મેચમાં જોની બેયરસ્ટોને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે બેયરસ્ટોને બહાર રાખવામાં આવે છે કે પછી ધવન પરત ફરે છે. પંજાબની ટીમ ટોપ ઓર્ડરની નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી છે. જો કે મિડલ ઓર્ડરમાં શશાંક સિંહ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.
પંજાબ કિંગ્સ જો પ્રથમ બોલિંગ કરશે તો સંભવિત પ્લેઇંગ ઇલેવન
સેમ કુરન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, રિલે રોસોઉ, લિયામ લિવિંગ્સ્ટન, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.
ઈમ્પેક્ટ પ્લેયર: હરપ્રીત સિંહ
પ્રથમ બેટિંગ કરે તો સંભવિત પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન ટીમ
સેમ કુરન (કેપ્ટન), રિલે રોસોવ, લિયામ લિવિંગ્સ્ટન, શશાંક સિંઘ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ અને હરપ્રીત સિંહ.
ઈમ્પેક્ટ પ્લેયરઃ પ્રભસિમરન સિંહ
પ્રથમ બોલિંગ કરે તો ગુજરાત ટાઇટન્સમાંથી સંભવિત પ્લેઇંગ ઇલેવન
રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ/જોશ લિટલ, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર, શાહરૂખ ખાન,
ઈમ્પેક્ટ પ્લેયર: આર સાઈ કિશોર
પ્રથમ બેટિંગ કરે તો ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ/જોશ લિટલ, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર, આર સાઈ કિશોર
ઈમ્પેક્ટ પ્લેયરઃ શાહરૂખ ખાન