- ICC મહિલા T20 વર્લ્ડકપ 2024 UAEમાં 3થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે
- પાકિસ્તાને T20 વર્લ્ડકપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી
- PCBએ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં ટીમના કેપ્ટનને બદલ્યો
આ વખતે ICC મહિલા વર્લ્ડકપ 2024 UAEમાં 3થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે. પહેલા આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમાવાની હતી, પરંતુ ત્યાંની પરિસ્થિતિ બગડતા ICCએ આ ઈવેન્ટની યજમાની UAEને સોંપી દીધી છે. ICCએ આ ઈવેન્ટનું શેડ્યૂલ પણ જાહેર કર્યું હતું, પરંતુ હવે સ્થળ બદલાયા બાદ નવા શેડ્યૂલની રાહ જોવાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કેટલીક મેચોમાં ફેરફાર થઈ શકે છે. દરમિયાન, આ ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોની જાહેરાત પણ શરૂ કરી દીધી છે.
પાકિસ્તાને ટીમની જાહેરાત કરી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી મહિલા T20 વર્લ્ડકપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. PCBએ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં ટીમના કેપ્ટનને બદલવામાં આવ્યો છે. પાકિસ્તાને નિદા દાર પાસેથી કેપ્ટનશીપ છીનવીને ફાતિમા સનાને સોંપી દીધી છે. નિદા દારના નેતૃત્વમાં ટીમે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું ન હતું. તાજેતરમાં યોજાયેલા મહિલા ટી20 એશિયા કપમાં પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી.
કોણ છે ફાતિમા સના?
ફાતિમા સના 22 વર્ષની છે અને તેણે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં 41 ODI અને 40 T20 મેચ રમી છે. ફાતિમા સનાએ પાકિસ્તાન ઇમર્જિંગ ટીમની કેપ્ટનશિપ ઉપરાંત ઘરેલુ ક્રિકેટમાં પણ આ જવાબદારી નિભાવી છે. 2023માં ફાતિમા સનાના નેતૃત્વમાં ટીમે ન્યૂઝીલેન્ડને તેના જ ઘરે હરાવ્યું હતું.
પાકિસ્તાન ટીમની જાહેરાત
ફાતિમા સના (c), આલિયા રિયાઝ, ડાયના બેગ, ગુલ ફિરોઝ, ઇરમ જાવેદ, મુનીબા અલી (wk), નશરા સુંધુ, નિદા દાર, ઓમૈમા સોહેલ, સદાફ શમાસ, સાદિયા ઇકબાલ, સિદરા અમીન, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રૂબાબ, તુબા હસન.
ટ્રાવેલિંગ રિઝર્વ– નાઝીહા અલ્વી (wk) અને નોન ટ્રાવેલિંગ રિઝર્વ – રામિન શમીમ અને ઉમ્મ હાની.