- PCBના કાર્યક્રમનું ન રહ્યું મહત્વ
- કાર્યક્રમ પહેલા શિડ્યૂલ જાહેર
- PCBના અધ્યક્ષ નારાજ થયા
30 ઓગસ્ટથી આગામી એશિયા કપ શરૂ થશે. જેનું શિડ્યૂઅલ 19 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. આ તમામ વચ્ચે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCIના સચિવ અને એશિયા ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહ દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યૂઅલને લઈ નારાજગી વ્યક્ત કરી છે.
PCBએ કાર્યક્રમનું કર્યું હતું આયોજન
એશિયા કપ 2023ના શિડ્યૂલ અને ટ્રોફી વિતરણને લઈ PCBએ લાહોરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં PCBના અધ્યક્ષ જકા અશરફ ઉપરાંત પાકિસ્તાનના અનેક પૂર્વ ખેલાડી પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમના અંદાજે અડધા કલાક પહેલા ACCના અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી હતી.
ACCએ નારાજગી વ્યક્ત કરી
મળતી માહિતી મુજબ, PCBએ પહેલા જ ACCને લાહોરમાં શિડ્યૂઅલને લઈ થનારા અધિકૃત કાર્યક્રમની જાણકારી આપી હતી, પરંતુ જય શાહે પાકિસ્તાનના સમય અનુસાર 7:15 પર થનારી શિડ્યૂઅલની જાહેરાત અડધા કલાક પહેલા સોશિયલ મીડિયામાં કરી દીધી હતી. જેના કારણે PCBના કાર્યક્રમનું કાંઈ મહત્વ રહ્યું નહોતું. જેને લઈ ACCએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. ACCએ આ ભૂલ માટે ગેરસમજણને જવાબદાર ઠેરવી હતી.
2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર
આગામી એશિયા કપના શિડ્યૂલની જાહેરાત બાદ હવે ભારત અને પાકિસ્તાનો મેચ 2 સપ્ટેમ્બરે થશે. તમામ ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈ અત્યારે ઉત્સાહિત છે. એશિયા કપમાં બંને ટીમ વચ્ચે 3 વખત ટક્કર થવાની શક્યતા છે. જેમાં ગ્રુપ મેચ ઉપરાંત સુપર-4 અને જો બંને ટીમ ફાઈનલમાં પહોંચે, તો ત્યારે પણ બંને ટીમ વચ્ચે ટક્કર જોવ મળી શકે છે.