• PM મોદી ઓલિમ્પિકમાં જઈ રહેલી ભારતીય ટીમને મળ્યા
  • પીએમ મોદીએ નીરજ ચોપડા પાસેથી ખાસ માંગ કરી
  • પીએમ મોદીએ મજાકમાં કહ્યું, 'મારૂ ચૂરમું હજી આવ્યું નથી'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલિમ્પિકમાં જઈ રહેલી ભારતીય ટીમને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ટીમ દેશને ગૌરવ અપાવશે અને 140 કરોડ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. આ દરમિયાન પીએમ મોદીએ ભાલા ફેંક ચેમ્પિયન નીરજ ચોપડા પાસેથી ખાસ માંગ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ જઈ રહેલા ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન નીરજ ચોપરા સાથે મજાકીયા અંદાજમાં વાતચીત કરી હતી.

PM મોદીની નીરજ ચોપરા સાથે કરી ખાસ વાતચીત

નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને તેમની માતા દ્વારા બનાવેલ 'ચુરમું' (હરિયાણા અને રાજસ્થાનનું લોકપ્રિય ભોજન) લાવવાની યાદ અપાવી હતી. પેરિસ જઈ રહેલા એથ્લેટ્સ સાથેની વાતચીત દરમિયાન નીરજે વડાપ્રધાનનું અભિવાદન કર્યું અને કહ્યું, 'હેલો સર, કેમ છો?' જેના પર પીએમ મોદીએ હસીને જવાબ આપ્યો, 'હું એવો જ છું'. આ પછી પીએમ મોદીએ મજાકમાં કહ્યું, 'મારૂ ચૂરમું હજી આવ્યું નથી', જેનાથી બધા હસવા લાગ્યા.


PM મોદીએ નીરજ ચોપરા પાસેથી ખાસ માંગણી કરી

શરમાતા અને સ્મિત સાથે નીરજ ચોપરાએ જવાબ આપ્યો, 'સર, આ વખતે હું તમને હરિયાણાથી ચુરમા પીરસીશ, છેલ્લી વખત મેં દિલ્હીથી ચુરમા પીરસ્યું હતું.' ઘરે બનાવેલા ચૂરમા ખાવાની ઈચ્છા વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, 'મારે તમારી માતા દ્વારા બનાવેલ ચૂરમા ખાવાનું છે.' આ ફની વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ નીરજને પેરિસ ઓલિમ્પિક માટે શુભેચ્છા પાઠવી હતી અને તેને ફિટ અને ઈજામુક્ત રહેવા અગ્રહ કર્યો હતો.

ઓલિમ્પિક ખેલાડીઓને પીએમ મોદીની ખાસ સલાહ

પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલા ભારતીય ખેલાડીઓને જીત કે હારનું દબાણ લીધા વિના પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની સલાહ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઓલિમ્પિકના ગ્લેમરમાં ખોવાઈ ગયા વિના તેઓએ પોતાનું ફોકસ જાળવી રાખવું પડશે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલા ખેલાડીઓ સાથે અંગત અને ઓનલાઈન વાતચીતમાં કહ્યું કે, 'હું રમત જગતના દેશના સ્ટાર્સને મળતો રહેવાનો, નવી-નવી વસ્તુઓ જાણવા અને તેમના પ્રયાસોને સમજવાનો પ્રયત્ન કરું છું. સરકાર તરીકે જો મારે સિસ્ટમમાં થોડો ફેરફાર કરવો હોય તો મારે કામ કરતા રહેવું જોઈએ. હું દરેક સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરું છું.

  • Follow us on: