• બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન
  • પૂનમ લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલી હતી
  • IPLમાં KKRની જીત બાદ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું

બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડેનું શુક્રવારે 32 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. પૂનમ પાંડેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું હતું. પહેલા તેના નિધનના સમાચારને અફવા માનવામાં આવી રહી હતી પરંતુ બાદમાં પૂનમ પાંડેના મેનેજરે નિધનની પુષ્ટિ કરી હતી. પૂનમ પાંડેના નિધનથી ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.

વિવાદો સાથે સંકળાયેલી હતી

પૂનમ પાંડે અવારનવાર પોતાના અજીબોગરીબ નિવેદનો અને ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે. 2011 ODI વર્લ્ડકપ દરમિયાન પણ પૂનમનું એક નિવેદન વાયરલ થયું હતું. જેમાં પૂનમે કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપનો ખિતાબ જીતશે તો તે પોતાના બધા કપડા ઉતારી દેશે. આ પછી તેમના નિવેદન પર પણ ભારે હોબાળો થયો હતો.

IPLમાં KKRની જીત બાદ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું

IPLની પાંચમી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ પૂનમ પાંડેએ વાનખેડે સ્ટેડિયમમાં પોતાનું ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ પૂનમે પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પૂનમ પાંડેએ તેનું ન્યૂડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું અને લખ્યું, 'જેમ મેં વચન આપ્યું હતું તે પાળ્યું'

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યા બાદ પૂનમ પાંડેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. અહેવાલો અનુસાર, પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશના કાનપુરમાં થશે.

  • Follow us on: