• આ વર્ષે ICC T20 વર્લ્ડકપ યોજાવા જઈ રહ્યો છે
  • પાકિસ્તાનના કેપ્ટન સહિત બે ખેલાડીઓનો અકસ્માત થયો
  • પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે મોટો ઝટકો લાગ્યો છે

ICC T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ટીમની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ વર્ષે ICC T20 વર્લ્ડકપ યોજાવા જઈ રહ્યો છે. ICCની આ મોટી ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સહિત બે ખેલાડીઓનો અકસ્માત થયો છે. આ ઘટનાથી કરોડો ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે મોટો ઝટકો લાગ્યો છે. જો કે બંને ખેલાડીઓ ખતરાની બહાર હોવાના સમાચાર છે, પરંતુ તેઓ ક્યારે સ્વસ્થ થઈ શકશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. ICC T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે પણ શ્રેણી રમવાની છે. આ બંને ઘાતક ખેલાડીઓ આ શ્રેણીમાંથી પણ બહાર રહી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓનો અકસ્માત 5 એપ્રિલની સાંજે થયો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ રમવા જઈ રહી છે પાકિસ્તાની ટીમ

આ દુર્ઘટના અંગે ખુદ PCBએ માહિતી આપી છે. આ સમાચાર સામે આવતા જ પાકિસ્તાનના કરોડો ક્રિકેટ ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. પીસીબીના જણાવ્યા અનુસાર, જે બે ખેલાડીઓની કાર અકસ્માતનો ભોગ બની છે તેમાં પ્રથમ ખેલાડી પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બિસ્માહ મરૂફ છે અને બીજી ખેલાડી લેગ સ્પિનર ગુલામ ફાતિમા છે. કાર અકસ્માત બાદ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે, તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને પીસીબીની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે 18 એપ્રિલથી વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા 3 મેચની ODI સીરીઝ અને પછી 5 મેચની T20 સીરીઝ રમવાની છે. આ મેચમાં આ બે ઘાતક ખેલાડીઓની ગેરહાજરીને કારણે ટીમની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે.


T20 વર્લ્ડકપ પહેલા મોટો ઝચકો

તમને જણાવી દઈએ કે ICC મહિલા T20 વર્લ્ડકપ 2024નું આયોજન બાંગ્લાદેશમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં થવાનું છે. એક તરફ તમામ ટીમો આ ICC ટૂર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ પાકિસ્તાન ટીમનો કેપ્ટન ઈજાગ્રસ્ત થયો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના કરોડો પ્રશંસકો ઈચ્છશે કે આ બંને ખેલાડીઓ જલદીથી સ્વસ્થ થઈ જાય અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમતા જોવા મળે. હવે કરોડો ચાહકોની નજર આ સિરીઝ પર ટકેલી હશે કે શું આ બે ઈજાગ્રસ્ત ખેલાડીઓ પુનરાગમન કરે છે કે નહીં.


  • Follow us on: