- પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી પીવી સિંધુ
- હેડ ટુ હેડમાં બિંગ જિયાઓનુ પલડૂ ભારે
- પીવી સિંધુનુ મેડલની હેટ્રિકનું સપનું તુટ્યું
બેડમિન્ટન રાઉન્ડ ઓફ 16 મેચમાં પીવી સિંધુને 19-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને હરાવીને ચીનની એથ્લેટ બિંગ જાઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ ઓલિમ્પિક 2024માં સિંધુની સફર સમાપ્ત થઈ ગઈ છે.
પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી પીવી સિંધુ
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ ચાહકોને નિરાશ કર્યા છે. તે મહિલા સિંગલ્સમાં પોતાની મેચ હારીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. સિંધુને છઠ્ઠી ક્રમાંકિત ચીનની હી બિંગ જિયાઓએ 21-19, 21-14થી હાર આપી હતી.
સિંધુ અને બિંગ જિયાઓ વચ્ચે હેડ ટુ હેડ
સિંધુએ ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં બિંગ જિયાઓને 21-13, 21-15થી હરાવ્યું હતું. જો કે, બિંગ જિયાએ 2022 એશિયન ગેમ્સમાં સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. હેડ ટુ હેડની વાત કરીએ તો સિંધુ સામે બિંગ જિયાઓનો રેકોર્ડ 12-9નો છે. પેરિસ ઓલિમ્પિકની આ મેચમાં પણ બિંગ જિયાઓનું પલડુ ભારે રહ્યું છે.
પીવી સિંધુ આઉટ, લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલમાં
પેરિસ ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે બેડમિન્ટનમાં ભારતની 3 મેચ હતી. પ્રથમ મુકાબલો સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી વચ્ચે હતો. બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું અને ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું, પરંતુ આ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. પેરિસ ઓલિમ્પિકમાં સાત્વિક અને ચિરાગ શેટ્ટીની સફર પૂરી થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં, પ્રથમ ગેમ જીત્યા પછી, તેણે બાકીની બે ગેમ ગુમાવી હતી. સાત્વિક અને ચિરાગનો મલેશિયાની જોડી સામે 21-13, 14-21 અને 16-21થી પરાજય થયો હતો.
બેડમિન્ટનની બીજી મેચ બે ભારતીય શટલર્સ લક્ષ્ય સેન અને એચએસ પ્રણય વચ્ચે હતી. આ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં લક્ષ્ય સેને આસાનીથી જીત મેળવી હતી. તેઓએ પ્રથમ બે ગેમ 21-12 અને 21-6થી જીતીને મેચ જીતી લીધી હતી. ત્રીજી મેચ પીવી સિંધુની હતી. મહિલા બેડમિન્ટન સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ચીનની જી બિંગ જિયાઓ સામે થયો હતો, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પીવી સિંધુ 19-21, 14-21થી એકતરફી હાર બાદ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે.
મેડલ પછીનો દિવસ નિરાશાથી ભરેલો
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના છઠ્ઠા દિવસની શરૂઆત એથ્લેટિક્સમાં પુરુષોની 20 KM વૉક રેસની ફાઈનલ સાથે થઈ. જેમાં વિકાસ, અક્ષદીપ અને પરમજીત સિંહે ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ભારત પાસે મેડલ જીતવાની તક હતી, પરંતુ ત્રણેય ભારતીય એથ્લેટ રેસમાંથી બહાર થઈ ગયા હતા. વિકાસ સિંહે 30મા સ્થાને અને પરમજીત સિંહ 37મા સ્થાને રેસ પૂરી કરી. જ્યારે અક્ષદીપ તેને પૂર્ણ કરી શક્યો ન હતો. બીજી તરફ, પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની 20 KM વોક રેસની ફાઇનલમાં ભાગ લીધો હતો. તેનું પ્રદર્શન પણ ખૂબ જ ખરાબ હતું અને તે 41માં નંબર પર રહીને આ ઈવેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
પેરિસ ઓલિમ્પિક ભારતીય બોક્સરો માટે સારું રહ્યું નથી. અમિત પંખાલ, પ્રીતિ પવાર અને જાસ્મીન લેમ્બોરિયા પહેલાથી જ બહાર થઈ ગયા છે. છઠ્ઠા દિવસે બીજી નિરાશા આવી. વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી નિખાત ઝરીન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ મહિલા 50 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ચીનના વેઈ યુએ તેમને પરાજય આપ્યો હતો. આ સાથે તેની યાત્રા હવે પૂરી થઈ ગઈ છે. મહિલા શુટીંગ 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં અંજુમ મુદગીલ અને સિફ્ટ કૌર સમરા બહાર થઈ ગઈ હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં અંજુમ 584 પોઈન્ટ સાથે 18મા ક્રમે અને સિફ્ટ 575 પોઈન્ટ સાથે 31મા ક્રમે છે. ફાઇનલમાં જવા માટે ટોપ-8માં આવવું જરૂરી હતું.













