- શુભમન ગિલને T20 વર્લ્ડકપની વચ્ચે જ ટીમમાંથી રિલીઝ કરાયો
- રોહિત અને ગિલ વચ્ચે અણબનાવ થયા હોવાના સમાચાર આવ્યા
- ગિલે રોહિત અને તેની પુત્રી અદારા સાથેની તસવીર શેર કરી
ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને T20 વર્લ્ડકપની વચ્ચે જ ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માના ફેન્સ છેલ્લા કેટલાક સમયથી ગિલને ટ્રોલ કરી રહ્યા છે. ગિલે હવે રોહિત અને તેની પુત્રી અદારા સાથેની તસવીર શેર કરીને પોતાની સાથે જોડાયેલી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
શુભમન ગિલે રોહિત શર્માને અનફોલો કર્યો
જ્યારે શુભમન ગિલની ટીમમાંથી રિલીઝ થયાના સમાચાર આવ્યા ત્યારે એવી પણ અફવાઓ વહેતી થઈ હતી કે આ નિર્ણય અનુશાસનહીનતાને કારણે લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે T20 વર્લ્ડકપ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે સમય પસાર કરવાને બદલે તે અન્ય કામ કરી રહ્યો હતો. ગિલ તેમના અંગત વ્યવસાયને લઈને ન્યૂયોર્કમાં વધુ સક્રિય હતા. આ કારણે ટીમ મેનેજમેન્ટ તેના પર ગુસ્સે થઈ ગયું અને તેને ભારત પરત જવા માટે કહ્યું, જો કે આ વાત પાછળથી ખોટી સાબિત થઈ.
દરમિયાન એવા અહેવાલો પણ આવ્યા હતા કે શુભમન ગીલે ઈન્સ્ટાગ્રામ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માને અનફોલો કરી દીધો હતો. આખો વિવાદ અહીંથી શરૂ થયો હતો. ફેન્સ શુભમન ગિલને ટ્રોલ કરવા લાગ્યા. બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
શુભમન ગિલે રોહિત શર્મા સાથે તસવીર શેર કરી
શુભમન ગિલે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે અને રોહિત શર્મા સાથે જોવા મળે છે. તેની પુત્રી સમાયરા પણ રોહિતના ખોળામાં જોવા મળી હતી. શુભમન ગિલે તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, 'હું અને સેમી રોહિત શર્મા પાસેથી અનુશાસનની કળા શીખી રહ્યા છીએ.'
ભારતીય ટીમ હાલ ફ્લોરિડામાં છે. કેનેડા સામેની તેમની છેલ્લી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે ટીમ સુપર-8 માટે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. સુપર-8ની તેમની પ્રથમ મેચ 20મી જૂને અફઘાનિસ્તાન સામે છે અને 24 જૂને તે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.