- કોલકાતાની ટીમમાં રહેમાનુલ્લાહ ગુરબાઝની વાપસી
- માતાના તબિયત ખરાબ હોવાથી પોતાના દેશ પરત ફર્યો હતો
- કોલકાતાએ રહેમાનુલ્લાહ ગુરબાઝને 50 લાખમાં સાઈન કર્યો હતો
IPL 2024માં અત્યાર સુધી 55 મેચ રમાઈ છે. દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ ટીમમાં વાપસી કરી રહ્યો છે. ગુરબાઝ થોડી જ મેચો બાદ પોતાના દેશ પરત ફર્યો હતો. જોકે હવે તેની વાપસી બાદ ટીમ મજબૂત બનશે.
IPLની વચ્ચે પોતાના દેશ પરત ફર્યો હતો
વાસ્તવમાં, ગુરબાઝને તેની માતાની ખરાબ તબિયતના કારણે અફઘાનિસ્તાન પરત ફરવું પડ્યું હતું. IPLની 17મી સિઝનમાં તેને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. KKR ગુરબાઝને એક સિઝન રમવા માટે 50 લાખ રૂપિયા આપે છે. ટીમે તેને 2023માં બેઝ પ્રાઈસ પર સાઈન કર્યો હતો. ગુરબાઝે પોતાની વાપસીની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેણે ટ્વિટર પર લખ્યું, 'મારી માતાની બિમારીને કારણે IPLમાંથી ટૂંકા વિરામ બાદ, હું ટૂંક સમયમાં મારા KKR પરિવાર સાથે જોડાઈશ. હવે મારી માતાની તબિયત સારી છે અને ભગવાનને પ્રાર્થના કરવા માટે તમામ ફેન્સનો આભાર.
વર્લ્ડકપની ટીમમાં જગ્યા મળી
ગુરબાઝને T20 વર્લ્ડકપ 2024 માટે પસંદ કરાયેલી અફઘાનિસ્તાન ટીમમાં જગ્યા મળી છે. T20 ઇન્ટરનેશનલમાં રહેમાનુલ્લા ગુરબાઝના પ્રદર્શનની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 55 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 55 ઇનિંગ્સમાં 25.01ની એવરેજ અને 138.01ની સ્ટ્રાઇક રેટથી 1376 રન બનાવ્યા છે. ગુરબાઝે આ ફોર્મેટમાં 7 ફિફ્ટી અને 1 સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 100 રન છે.