• રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે
  • દ્રવિડનો BCCI સાથેનો કરાર વર્લ્ડકપ બાદ પૂરો થઈ જશે
  • રાહુલ દ્રવિડ બાદ વીવીએસ લક્ષ્મણ બની શકે ટીમના નવા કોચ

આ દિવસોમાં ભારતીય ટીમ વર્લ્ડકપમાં વ્યસ્ત છે, રાહુલ દ્રવિડ ટીમના હેડ કોચ તરીકે સેવા આપી રહ્યા છે. વર્લ્ડકપ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ રમવાની છે. આ કારણે ભારતીય ટીમના કોચમાં ફેરફાર થઈ શકે છે. રાહુલ દ્રવિડનો BCCI સાથેનો કરાર વર્લ્ડકપ બાદ પૂરો થઈ જશે. જે બાદ નવા કોચની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થશે. રાહુલ દ્રવિડ બાદ કોચ પદ માટે સ્ટાર દિગ્ગજ પૂર્વ ખેલાડીનું નામ સૌથી પહેલા લેવામાં આવી રહ્યું છે.

વીવીએસ લક્ષ્મણ બનશે ટીમના નવા કોચ!

રાહુલ દ્રવિડ બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં પૂર્વ ભારતીય દિગ્ગજ વીવીએસ લક્ષ્મણનું નામ સૌથી પહેલા આવે છે. હાલમાં વીવીએસ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા છે. રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણને ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે જોવામાં મળ્યા છે. લક્ષ્મણે એક-બે શ્રેણીમાં ભારતીય ટીમનું કોચનું પદ સંભાળ્યું છે.

 BCCIના સૂત્રએ માહિતી આપી હતી

માહિતી આપતાં, BCCIના એક સૂત્રએ કહ્યું, જ્યારે પણ રાહુલ દ્રવિડ રજા પર હોય છે, ત્યારે વીવીએસ લક્ષ્મણે ભારતીય ટીમનું કોચનું પદ સંભાળ્યું છે. કોચ પદ માટે નવી અરજીમાં વીવીએસ લક્ષ્મણ ખૂબ જ પ્રબળ દાવેદાર છે. લક્ષ્મણ એનસીએના વડા હોવાથી અને તેમની પાસે કોચિંગનો પણ સારો અનુભવ હોવાથી તેમને આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

IPLની નવી સિઝનમાં દ્રવિડ વાપસી કરશે

જો રાહુલ દ્રવિડ વર્લ્ડકપ બાદ કોચનું પદ છોડે છે તો તે IPL સિઝન 17માં વાપસી કરી શકે છે. આ પહેલા રાહુલ દ્રવિડ IPLમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ કોચ બનાવી શકે છે. રવિ શાસ્ત્રીએ કોચ પદ છોડ્યા બાદ રાહુલ દ્રવિડને ભારતીય ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા હતા.

  • Follow us on: