- 5 ઓક્ટોબરે વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
- રાહુલ દ્રવિડે રવિચંદ્રન અશ્વિન અંગે આપ્યું નિવેદન
ભારતીય ટીમે ઘરેલૂ જમીન પર રમનારા વનડે વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ રમી છે. આ સીરિઝમાં સ્ટાર સ્પિનર આર.અશ્વિન ભારતીય ટીમના ભાગ હતા. અશ્વિને સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરીને સવાલ ઉભો કર્યો કે, તેમને વર્લ્ડકપ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવશે? આ તમામ વચ્ચે કોચ રાહુલ દ્રવિડે અશ્વિનને લઈ નિવેદન આપ્યું છે.
અક્ષરને બદલે અશ્વિનને અપાયું હતું સ્થાન
અશ્વિનના શાનદાર ફોર્મ અને અક્ષર પટેલની ઈજાથી અટકળો તેજ થઈ છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ વર્લ્ડકપ સ્ક્વોડનો ભાગ છે, પરંતુ આ પહેલાં રમવામાં આવેલા એશિયા કપ 2023માં અક્ષર ઈજાગ્રસ્ત થયો હતો. જેને અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમ્યો નહતો. સાથે અક્ષરને બદલે આર.અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
રાહુલ દ્રવિડે શું કહ્યું?
હવે ભારતને હેડ કોચ રાહુલ દ્રવિડે અશ્વિનને વર્લ્ડકપ સ્ક્વોડમાં સામેલ કરવાને લઈ જવાબ આપ્યો છે. હેડ કોચે કહ્યું કે, અશ્વિને શરૂઆતી 2 મેચમાં બોલિંગ કરી હતી. જેને જોઈને સારૂં લાગ્યું છે. જો કે, દ્રવિડે એ વાત માટે હા નથી પાડી કે, અશ્વિનને વર્લ્ડકપ માટે સ્ક્વોડમાં સ્થાન આપવામાં આવશે.
રાહુલ દ્રવિડે કોમેન્ટ કરવાનો ઈન્કાર કર્યો
હેડ કોચે આગળ કહ્યું કે, આપણે અધિકૃત પુષ્ટી અથવા નિર્ણય માટે રાહ જોવી પડશે. NCA સિલેક્ટર્સ અને અજીત અગરકર સંપર્કમાં છે. જેથી આ મામલે હું કોમેન્ટ કરવા માંગતો નથી. જે પણ થશે તેના અંગે તમને માહિતી આપવામાં આવશે. હજુ તો ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.