- ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો
- રાહુલ દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડકપ 2023 સુધી જ હતો
- રાહુલ દ્રવિડ LSGમાં મેન્ટર તરીકે જોડાય તેવી અટકળો
જો ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વધારવામાં નહીં આવે તો તેઓ IPLમાં કોચિંગ કરતા જોવા મળી શકે છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ માત્ર વર્લ્ડકપ 2023 સુધીનો હતો અને જો તે પોતાનો કોન્ટ્રાક્ટ લંબાવશે નહીં તો તે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે જોવા મળી શકે છે.
ભારતે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું
રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે રમાયેલા વર્લ્ડકપમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું અને સતત 10 મેચ જીતી. જો કે ફાઈનલ મેચમાં તેમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ દ્રવિડનો કાર્યકાળ માત્ર વર્લ્ડકપ 2023 સુધીનો હતો અને અહેવાલો અનુસાર તેણે પોતાનો કરાર વધારવાનો ઇનકાર કરી દીધો છે. વર્લ્ડકપ 2023ની ફાઈનલ રાહુલ દ્રવિડની ભારતીય ટીમ સાથે કોચ તરીકેની છેલ્લી મેચ હતી. રાહુલ દ્રવિડે આ અંગે બીસીસીઆઈને કહ્યું છે કે તે પોતાનો કોન્ટ્રાક્ટ આગળ વધારવા માંગતો નથી.
રાહુલ દ્રવિડ પર બે ટીમોની નજર છે - અહેવાલ
હવે સમાચાર આવી રહ્યા છે કે જો રાહુલ દ્રવિડનો ભારતીય ટીમ સાથે કોન્ટ્રાક્ટ વધારવામાં નહીં આવે તો તે IPLમાં કોચિંગ કરતો જોવા મળી શકે છે. રાહુલ દ્રવિડ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર બની શકે છે. એક અહેવાલ અનુસાર, લખનૌની ટીમ ગૌતમ ગંભીરના જવાથી ખાલી પડેલી જગ્યા ભરવા માટે રાહુલ દ્રવિડને લાવવા માંગે છે. રાજસ્થાન રોયલ્સની નજર પણ રાહુલ દ્રવિડ પર છે. દ્રવિડ અગાઉ રાજસ્થાન રોયલ્સમાં રમી ચૂક્યો છે અને કોચ પણ રહી ચૂક્યો છે.
વીવીએસ લક્ષ્મણ બની શકે ભારતના નવા કોચ
રવિ શાસ્ત્રીના રાજીનામા બાદ રાહુલ દ્રવિડને ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ ટીમ ICC ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. રાહુલ દ્રવિડ બાદ હેડ કોચ તરીકે વિરેન્દ્ર સહેવાગ અને વીવીએસ લક્ષ્મણનું નામની ચર્ચા ચાલી રહી છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી T20 સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ ભારતના કોચ છે.