- રવિ શાસ્ત્રીએ માઈકલ વોનની પોસ્ટનો જવાબ આપ્યો
- ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે ટી20 વર્લ્ડકપ દરમિયાન આઈસીસી પર લગાવ્યો આરોપ
- સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે શું થયું તે અંગે સલાહ આપવી જોઈએ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ માઈકલ વોન પર આકરા પ્રહારો કર્યા છે. હાલમાં જ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે ટી20 વર્લ્ડકપ દરમિયાન આઈસીસી પર ભારતની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. વોને કહ્યું કે સેમિફાઈનલમાં ભારત માટે ગયાનાનું સ્થળ નક્કી કરવું અન્ય ટીમો માટે અયોગ્ય છે. આના પર શાસ્ત્રીએ હવે જવાબ આપ્યો છે કે વોને પહેલા ઈંગ્લેન્ડની ટીમને સમજાવવી જોઈએ. તેને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે શું થયું તે અંગે સલાહ આપવી જોઈએ.
માઈકલ વોને લગાવ્યો આરોપ
દક્ષિણ આફ્રિકા સામે ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને આઈસીસી પર ભારતની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અફઘાનિસ્તાન, જેણે 2024 ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચીને આઈસીસી ટૂર્નામેન્ટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, તે દક્ષિણ આફ્રિકા સામે માત્ર 56 રનમાં ઓલઅઉટ થયું હતું. વોને સોશિયલ મીડિયા પર ધ્યાન દોર્યું હતું કે ટૂર્નામેન્ટની અંતિમ સુપર આઠ મેચ રમ્યા બાદ ખેલાડીઓની ફ્લાઈટમાં વિલંબ થયો હતો અને તેથી તેમની પાસે પ્રેક્ટિસ કરવા અને મેચમાં અનુકૂળ થવા માટે માત્ર થોડા કલાકો હતા.
જાણો માઈકલ વોને શું કહ્યું
માઈકલ વોનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે "માઈકલ જે ઈચ્છે તે કહી શકે છે. ભારતમાં કોઈને કોઈ પરવા નથી. પહેલા તેને ઈંગ્લેન્ડની ટીમને સમજાવવી જોઈએ. તેને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે જે થયું, તેની સલાહ આપવી જોઈએ. ભારત કપ ઉપાડવાની આદત છે. હું જાણું છું તે ઈંગ્લેન્ડ બે વાર કપ જીત્યું છે, પરંતુ ભારત 4 વાર જીત્યું છે. મને નથી લાગતું કે માઈકલે ક્યારેય કપ ઉઠાવ્યો છે, તેથી તે બે વાર વિચારે. તે મારો સહકર્મી છે, પણ આ મારો જવાબ છે."
Image - X