• ઓફ સ્પિનર ​​આર અશ્વિનની ચેન્નાઈમાં વાપસી
  • CSKના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરનો હવાલો સંભાળશે
  • આ માહિતી CSKના CEO વિશ્વનાથને આપી હતી

T20 વર્લ્ડકપ 2024ની વચ્ચે ટીમ ઈન્ડિયાના અનુભવી ઓફ સ્પિનર ​​આર અશ્વિન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આર અશ્વિન ચેન્નાઈ સુપર કિંગ્સમાં પરત ફર્યો છે. આ સાથે અશ્વિનને પણ મોટી જવાબદારી મળી છે. હવે તે એક નવા રોલમાં જોવા મળશે. CSKના CEO કાશી વિશ્વનાથને આર અશ્વિનને લઈને મોટું નિવેદન આપ્યું છે અને તેની જવાબદારીઓ વિશે ખુલાસો કર્યો છે.

આર અશ્વિન CSKમાં પરત ફર્યો

ભારતનો અનુભવી ઑફ-સ્પિનર ​​આર અશ્વિન ચેન્નાઈ સુપર કિંગ્સ હાઈ પર્ફોર્મન્સ સેન્ટરનો હવાલો સંભાળવા માટે તૈયાર છે. CSKના CEO કાસી વિશ્વનાથને જણાવ્યું હતું કે અશ્વિન કેન્દ્ર તેમજ ભારત અને વિદેશમાં ટીમની વિવિધ એકેડમીનો હવાલો સંભાળશે. તેણે કહ્યું કે અશ્વિન ભારત અને તમિલનાડુના મહાન ખેલાડીઓમાંનો એક છે અને તેની હાજરી હાઈ પરફોર્મન્સ સેન્ટર અને અમારી એકેડેમીને મોટું પ્રોત્સાહન આપશે. આ સેન્ટર ચેન્નાઈના બહારના ભાગમાં આવેલું છે.

શું અશ્વિન IPL 2025ની હરાજીમાં આવશે?

37 વર્ષીય અશ્વિન 2009 થી 2015 દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતો. આ વર્ષે IPLમાં મેગા ઓકશન થવા જઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં જો અશ્વિન બિડનો ભાગ બને છે તો CSK તેને પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે. અશ્વિન 2022ની સીઝનથી રાજસ્થાન રોયલ્સ ટીમનો સભ્ય છે. જ્યારે આઈપીએલની હરાજીમાં અશ્વિનને ટીમમાં સામેલ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે વિશ્વનાથે કહ્યું કે હરાજીમાં વસ્તુઓ અમારા નિયંત્રણમાં નથી. પછી આપણે આ વિશે જોઈશું.


  • Follow us on: