- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અનબોક્સ ઇવેન્ટમાં તેનું નામ બદલ્યું
- RCBનું નામ બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ રખાયું
- આગામી સિઝન પહેલા એક નવો લોગો પણ લોન્ચ કર્યો
આજે એટલે કે મંગળવાર, 19 માર્ચના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે RCB અનબોક્સ ઇવેન્ટમાં તેનું નામ બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ રાખ્યું છે. ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમાચારની પુષ્ટિ કરી છે. નામની સાથે, ફ્રેન્ચાઇઝીએ ટુર્નામેન્ટની આગામી સિઝન પહેલા એક નવો લોગો પણ લોન્ચ કર્યો છે.
RCBએ નામ બદલ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રવિવારે (17 માર્ચ) ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં તેમની પ્રથમ ટ્રોફી જીતી. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) જીતી લીધી છે. જોકે, RCB અનબોક્સ ઈવેન્ટમાં પુરૂષોની ટીમને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઈવેન્ટમાં, ફ્રેન્ચાઈઝીએ તેનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ કર્યું છે.
RCBની જીત પર નજર
મહિલા ટીમ બાદ હવે પુરૂષ ટીમ પણ આ વર્ષે ટ્રોફી કબજે કરવા માંગશે. વિરાટ કોહલી ઉપરાંત ટીમને ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન અને ફાફ ડુ પ્લેસિસ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. છેલ્લી સીઝનની વાત કરીએ તો IPL 2023 રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે કંઈ ખાસ નહોતું. RCBએ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને તેની સફર સમાપ્ત કરી. તેથી આ સિઝનમાં ટીમના ખેલાડીઓએ પોતાની તાકાત બતાવવી પડશે.
RCBની સંભવીત પ્લેઈંગ ઈલેવન
ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, મયંક ડાગર, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.